હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ”માં પહોંચ્યા દીકરીઓના લગ્નની કંકોત્રી આપવા, શોમાં જજના પણ દિલ જીત્યા, જુઓ

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દર વર્ષે માતા પિતા અને પિતા વિહોણી અનાથ દીકરીઓના લગ્ન કરાવીને અઢળક પુણ્ય મેળવે છે. આખા ગુજરાતમાં મહેશભાઈ સવાણી તેમના સેવાકીય કાર્યોને લઈને એક મોટું નામ બની ગયા છે. અત્યાર સુધીમાં તેમણે હજારો દીકરીઓના લગ્ન કરાવ્યા છે. ત્યારે આ વર્ષે યોજાનારા સમૂહ લગ્નોત્સવનું આમંત્રણ આપવા માટે મહેશભાઈ લોકપ્રિય ટીવી ટિયાલીટી શો “ઇન્ડિયન આઇડલ”ના મંચ પર પહોંચ્યા હતા.

આ વર્ષે પણ મહેશભાઈ સવાણી “દીકરી જગત જનની” અંતર્ગત અનાથ અને પિતા વિહોણી દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવા માટે જઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનાની 24 અને 25 તારીખે શનિવાર અને રવિવારના રોજ આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની આમંત્રણ પત્રિકાઓ પણ છપાઈ ગઈ છે અને હવે મહેશભાઈ આ લગ્નમાં આવવા માટે સૌને આમંત્રણ આપવા માટે પણ પહોંચી રહ્યા છે.

ત્યારે થોડા દિવસ પહેલા જ તે રિયાલિટી શો “ઈંડિયન આઇડલ”ના મંચ પર પણ પહોંચ્યા હતા, અને શોના જજને પણ આ સમૂહ લગ્નોત્સવમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યુ હતું, જેની ઘણી તસવીરો પણ તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં શેર કરી છે. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે, વિથ ટીમ ઓફ ઇન્ડિયન આઇડલ” હવે આ શોને લઈને તેમની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.

આ શોમાંથી સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શોમાં જજ તરીકે બેઠેલી નેહા કક્કર પણ મહેશભાઈની પ્રસંશા કરે છે, અને કહે છે કે માતા-પિતાને પોતાની દીકરીના લગ્ન કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે પૈસા ભેગા કરવા પડે છે અને તમે એક સાથે આટલી બધી દીકરીઓના લગ્ન કરાવ્યા એ ખરેખર બહુ મોટી વાત છે.

ત્યારે નેહાના જવાબમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે લગ્ન કરાવવા એ મુખ્ય વસ્તુ નથી હોતી, પરંતુ લગ્ન બાદ દીકરીને તેના પિતાની યાદ ના આવે, એ બાબતે અમે મેનેજમેન્ટ કરીએ છીએ. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે અત્યાર સુધી જે પણ દીકરીઓના લગ્ન કરાવ્યા તેમને એક નંબર અને નામ આપ્યું છે “દિકા-1, 2, 3” અને એ રીતે જયારે કોઈ દીકરી મને ફોન કરીને કહે છે કે પપ્પા હું 3574 નંબરની દીકરી બોલું છું ત્યારે મને યાદ આવી જાય છે કે આ દીકરીના લગ્ન મેં 2018માં કરાવ્યા હતા.

આ શોમાં પણ કોમેડી ત્યારે થાય છે જયારે શોના જજ વિશાલ દદલાની પૂછે છે કે તમારા પીપી સવાણી ગ્રુપમાં કોઈને મેમ્બરશિપ લેવી હોય, હું આમાં ફાળો આપી શકું, તો તેના માટે શું કરવાનું રહેશે ?” જેના જવાબમાં મહેશભાઈ કહે છે કે પહેલા તમારે જમાઈ બનવું પડશે. જેના બાદ બધા જ હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે મહેશભાઈ સવાણીએ અત્યાર સુધી 4872 દીકરીઓના લગ્ન કરાવ્યા છે.

Niraj Patel