હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ દિલ જીત્યા, બોટાદમાં દીકરીના ઘરે જઈને જમીન પર બેસી ગ્રહણ કર્યું ભોજન, જુઓ વીડિયો

મહેશભાઈ સવાણી પાલક દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ પણ રાખે છે પિતાની જેમ કાળજી, બોટાદમાં દીકરીના ઘરની મુલાકાત તમારું પણ દિલ જીતી લેશે, જુઓ વીડિયો

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને આજ સુધી આખું ગુજરાત હજારો દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખતું હતું, પરંતુ હવે જયારે મહેશભાઈ ઇન્ડિયન આઈડલમાં પણ જઈને આવ્યા ત્યારથી આખો દેશ તેમના ગુનાગાન ગાઈ રહ્યો છે. આ શોની અંદર તેમને આ વર્ષે થનારા દીકરીઓના સમૂહલગ્નનું આમંત્રણ આપ્યું હતું.

મહેશભાઈ સવાણીએ અત્યાર સુધી અનાથ અને પિતા વિહોણી 4872 દીકરીઓના લગ્ન કરાવ્યા છે, અને આ વર્ષે પણ 24-25 ડિસેમ્બરના રોજ તતેઓ “દીકરી જગત જનની” હેઠળ કેટલીય દીકરીઓને પ્રભુતામાં પગલાં મંડાવશે. ત્યારે તેમને હાલમાં જ એક એવું કામ કર્યું છે જેને ફરીથી સૌના દિલ જીતી લીધા છે.

મહેશભાઈ માત્ર દીકરીઓના લગ્ન જ નથી કરાવતા તેમને એક પિતા તરીકેનો પ્રેમ અને તેમની કાળજી બંને રાખે છે. આ વાત તેમને ઇન્ડિયન આઇડલના સેટ પરથી પણ જણાવી હતી, ત્યારે તેમને બે દિવસ પહેલા જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમનો એક પિતા તરીકેનો પ્રેમ હવે લોકોના દિલ જીતી રહ્યો છે.

મહેશભાઈ સવાણી થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ બોટાદમાં તેમની પાલક દીકરીઓને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની દીકરીઓએ મહેશભાઈનું ભવ્ય સ્વાગત કર્યું. જેનો વીડિયો મહેશભાઈએ તેમના ફેસબુક પર શેર કર્યો છે. વીડિયોમાં તે હાથમાં થાળી લઈને દીકરીઓની આરતી ઉતારતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત તેમને કેટલીક તસ્વીરો પણ શેર કરી છે, જેમાં આ દીકરીઓના ઘરે સહેજ પણ મોટાઈ રાખ્યા વિના મહેશભાઈ જમીન પર બેસીને પ્રેમથી જમી રહ્યા છે, સાથે જ દીકરીઓના હાથથી તે જમે છે અને દીકરીઓને પણ પોતાના હાથે ખવડાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં શેર થયેલી આ તસવીરો અને વીડિયો હવે લોકોના દિલ જીતી રહ્યા છે અને લોકો પણ મહેશભાઈના આ કાર્ય બદલ ખુબ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel