બોલીવુડના ઘણા બધા સેલેબ્સ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, આ દરમિયાન ગુજરાતના ઘન પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો ઉપર પણ સેલેબ્સ સ્પોટ થતા જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ એક ખ્યાતનામ ભોજપુરી અભિનેત્રી સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શને આવી હતી, જેના બાદ વધુ એક બોલીવુડના ખ્યાતનામ આભિનેતા અને ડિરેક્ટર પણ દાદાના દર્શને આવી પહોંચ્યા છે.
સેલ્બ્સ ગુજરાતમાં જાહેરાત કે ફિલ્મોનું શૂટિંગ કરવા માટે, ફરવા માટે અને દેવ સ્થાનો ઉપર દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકરે પણ સાળંગપુરમાં દાદાના મંદિરે માથું ટેકવ્યું હતું, જેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
મહેશ માંજરેકર તેમની પત્ની સાથે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન મંદિરના સંતો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, ગયા વર્ષે કેન્સરની ચપેટમાં આવ્યા બાદ મહેશ માંજરેકરની સર્જરી પણ કરવામાં આવી હતી, જેનાથી સ્વસ્થ થયા બાદ તેઓ દાદાના દર્શને આવ્યા હતા.
સળગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરીને મહેશ માનજરેકરે ધન્યતા પણ અનુભવી હતી, મીડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, “ઘણાં સમયથી દાદાના દર્શનાર્થે આવવાની ખૂબ જ ઈચ્છા થતી હતી. ત્યારે આજે દાદાના દર્શન કરી આ ઈચ્છા પૂર્ણ થઈ છે.” મહેશ માનજરેકરે બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે.
મહેશ માંજરેકરે પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી એવમ કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના આશીર્વાદ લીધા હતા તેમના ઘરમાં પણ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દેવનો ફોટો છે તેમના પ્રત્યે મહેશ માંજરેકરને ખુબ શ્રદ્ધા છે અને ઘણા સમયથી દાદાના દર્શન કરવાની અભિલાષા હતી જે હાલમાં જ પૂર્ણ થઇ.
આ ઉપરાંત પણ ઘણા બધા સેલેબ્સ ગુજરાતની મુલાકાતે આવતા રહે છે, કોઈ ફરવા માટે આવે છે તો કોઈ શૂટિંગ માટે. થોડા દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ પણ સુરતમાં એક સાડીની બ્રાન્ડના શૂટિંગ માટે સુરત એરપોર્ટ ઉપર આવી હતી, ત્યારે હાલમાં બૉલીવુડ, કન્નડ અને ભોજપુરીની ખ્યાતનામ અભિનેત્રી અર્ચના ગુપ્તા પણ ગુજરાતની મુલાકાતે આવેલી જોવા મળી.
અર્ચના ગુપ્તા બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચી હતી. આ દરમિયાન અર્ચનાનો પરિવાર પણ તેની સાથે જોવા મળ્યો હતો. અર્ચનાએ દાદાના ચરણોમાં માથું ટેકવીને ધન્યતા પણ અનુભવી હતી. આ દરમિયાન અર્ચનાની ઘણી તસવીરો પણ સામે આવી હતી.
સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કર્યા બાદ અર્ચનાએ જણાવ્યું હતું કે, “ગુજરાતની પ્રજા બહુ જ માન સન્માન આપે છે, બહુ જ પ્રેમ આપે છે” આ ઉપરાંત તેને ગુજરાતીમાં જ “કેમ છો ?” કહીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. અર્ચનાને જોવા માટે પણ મોટી સંખ્યામાં ચાહકો સાળંગપુર મંદિરમાં આવી પહોંચ્યા હતા.
તો થોડા સમય પહેલા જ માધુરી દીક્ષિતે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી. તેને પાવાગઢના ગબ્બર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન પણ કર્યા હતા, માધુરી ગુજરાત શૂટિંગ કરવા માટે પાવાગઢ પહોંચી હતી.
માધુરીએ પાવાગઢ જવાના રોપ વે તરફ શૂટિંગ કર્યું હતું, સાથે હસતા ચહેરે ચાહકોનું પણ અભિવાદન કર્યું હતું. માધુરી પાવાગઢમાં શૂટિંગ માટે આવી હોવાની જાણ થતા જ તેના ચાહકો પાવાગઢ તરફ ઉમટી પડ્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર પાવાગઢમાં માધુરી ત્રણ દિવસ સુધી રોકાઈ હતી. માધુરી દીક્ષિત ત્રણ દિવસો માટે ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ જામા મસ્જીદ, સાત કમાન, વડા તળાવ વિ. જેવા બેનમૂન ઐતિહાસિક સ્થળોએ પ્રવાસન ક્ષેત્રને ઉત્સાહિત કરવા માટે ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કર્યું હતું એવું જાણવા મળી રહયુ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ માધુરી દીક્ષિતને અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં પણ જોવામાં આવી હતી, જ્યાંથી તેને ગુજરાતી થાળીનો આનંદ માણતો એક વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અભિનેતીની ફિલ્મના શૂટિંગ સમયે પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં રોજ આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી.
રોપ વે જવાનો રસ્તો કોર્ડન કરીને બાઉન્સર મૂકી દેવાતા યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. પાવાગઢમાં 3 દિવસ સુધી માધુરી દીક્ષિત શૂટિંગ કર્યું હતું. તમને જણાવી દઈએ કે દિવાળી સિઝનથી જ યાત્રાધામ પાવાગઢમાં હજારો યાત્રાળુઓ ભારે ધસારો થઇ રહ્યો હતો અને આ દરમિયાન પાવાગઢ ખાતે માંચી અને રોપ વે ખાતે માધુરી દીક્ષિતની ફિલ્મ ‘મેરે પાસ મા હૈ’ના શૂટિંગ શરૂ થયું હતું. અભિનેત્રી રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું.
જેને લઇને રોપ વે સેવાને અસર થઇ હતી અને જ્યાં સુધી શુટિગ ચાલ્યું ત્યા સુધી રોપ વે સેવા બંધ થઇ ગઇ હતી. જેથી પાવાગઢ સ્થિત માંચી ખાતે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો હતો અને બાઉન્સર મૂકી દેવામાં આવ્યા હતા. જેને પગલે બાઉન્સરો અને યાત્રાળુઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી આ બધા યાત્રાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
View this post on Instagram
બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને ધકધક ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. આજે માધુરી ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે પરંતુ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. માધુરી તેના સમયથી સૌથી ખ્યાતનામ અભિનેત્રીઓમાં સુમાર છે. જેના કારણે તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે.