દુઃખદ : દરવાજા પર ઊભેલી બે બહેનોનું અચાનક જ થઇ ગયું મૃત્યુ, જાણો

મહારાષ્ટ્રના બીડમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઘરના દરવાજે ઉભેલી બે સગી બહેનોને બેકાબૂ સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. જેના કારણે બંનેનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ભયાનક દુર્ઘટના બીડના જવલકા ગામમાં રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યા આસપાસ બની હતી, જ્યાં બે બહેનો રોહિણી ગાડેકર કે જેની ઉંમર 22 વર્ષ છે તે અને મોહિની ગાડેકર કે જેની ઉંમર 26 વર્ષ છે તે બંને જમ્યા બાદ તેમના દરવાજા પાસે ઊભા હતા.

આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી એક કારે તે બંનેને ટક્કર મારી હતી. બંને લોહીથી લથપથ હાલતમાં ગેટ પર પડ્યા હતા અને થોડી જ વારમાં બંનેના મોત નિપજ્યા હતા. પરિવાર અને સ્થાનિક લોકોએ બંને બહેનોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના સમગ્ર પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. દીકરીઓની તસવીર જોઈને માતા-પિતા રડી રહ્યા છે. આ સાથે જ ટક્કર મારનાર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે નાની બહેન રોહિણી નર્સિંગનો કોર્સ કરતી હતી જ્યારે મોટી બહેન મોહિની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હતી. ઉલ્લેખનીય છે કે સ્કોર્પિયો ચાલકે બંને બહેનોને ટક્કર મારવાની સાથે ગામના એક બાઇક સવારને કચડી નાખ્યો હતો. જેમાં તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવકને માથા અને પેટના ભાગે ઈજાઓ થઈ છે. કહેવાય છે કે યુવક તેના ચાર મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ બાઇક સાથે રોડ કિનારે ઊભો હતો ત્યારે એસયુવીએ તેમને ટક્કર મારી હતી.

Shah Jina