ગુજરાત સમેત દેશરભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર એવા ગમખ્વાર અકસ્માતની ખબરો સામે આવતી હોય છે જેને સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં એક મહારાજના નિધનના કારણે ભક્તોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. રઘુવંશી સમાજના મહંત કનક બિહારી દાસજી મહારાજનું સોમવારે સવારે આઠ વાગ્યે નરસિંહપુર નજીક માર્ગ અકસ્માતમાં નિધન થઇ ગયું.
તેઓ બર્મનથી છિંદવાડા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન એક બાઇક સવારને બચાવવા જતાં તેમની કાર બેકાબૂ બનીને પલટી ગઈ હતી. જેના કારણે મહંત કનક બિહારી દાસ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મહારાજના શિષ્ય વિશ્રામ રઘુવંશીનું પણ આ અકસ્માતમાં અવસાન થયું. અકસ્માતમાં તેનો ડ્રાઈવર રૂપલાલ ગંભીર રીતે ઘાયલ થયો છે. ડ્રાઈવર રૂપલાલને ગંભીર ઈજાઓ થઈ છે, જેને નરસિંહપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મહંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
મહંત કનક બિહારી દાસજી મહારાજને ચાંદના પ્રખ્યાત નોની કલા મંદિર સાથે ઊંડો લગાવ હતો. તે લાંબા સમય સુધી અહીંયા બિરાજમાન હતા. આવી સ્થિતિમાં અહીં નર્મદા પુરાણની ભવ્ય કથા ચાલી રહી હતી. તે આજે તેના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. નેશનલ હાઈવે-44 પર અશોકનગરથી સાગર-નરસિંહપુર છિંદવાડા જવા નીકળ્યા હતા. દરમિયાન સાગરી ગામ પાસે ટુ-વ્હીલરને બચાવવાના પ્રયાસમાં તેમની એસયુવી ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. કાર એવી રીતે પલટી ગઈ કે તેમાં હાજર શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. મહંત શ્રીની સાથે તેમના એક ભક્તનું પણ મોત થયું હતું.
મહેન્દ્ર કનક બિહારીદાસજી મહારાજના નિધનના સમાચાર મળતા જ રઘુવંશી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કનક બિહારીજીને રઘુવંશી સમાજનું ગૌરવ કહેવામાં આવતું હતું. તેમના નિધનના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં લોકો કારેલી-બરમણ જવા રવાના થયા હતા. તેમનું કારેલી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામની ભક્તિમાં મગ્ન મહંત કનક બિહારી દાસજી મહારાજ 2024ના ફેબ્રુઆરી મહિનામાં શ્રીરામ મહાયજ્ઞ કરવા જઈ રહ્યા હતા. તેની તૈયારીઓ માટે જ નરસિંહપુર ગયા હતા.
ત્યાંથી પરત ફરતી વખતે તે આ અકસ્માતનો શિકાર બન્યા. તેમના નિધનથી છિંદવાડામાં રહેતા તેમના સેંકડો ભક્તોમાં શોકની લહેર છે. મહંતે 2021માં શ્રી રામ મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને 1.11 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો હતો. આ રકમ રઘુવંશી સમાજના ભક્તો પાસેથી એકત્રિત કરવામાં આવી હતી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે સમર્પિત કરવામાં આવી હતી.