સાઉથની અભિનેત્રી અને પ્રોડ્યુસરની જોડીને જોઈને તો ભલભલા જીવ બાળે છે, સોશિયલ મીડિયામાં શેર કરે છે રોમેન્ટિક પોસ્ટ.. જુઓ તસવીરો
Actress Mahalakshmi and her husband Ravinder : આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડીઓ તો સ્વર્ગમાંથી બનીને આવે છે. પરંતુ ઘણી જોડીઓ એવી હોય છે જેને જોઈને મનમાં શંકા પણ થાય. ઘણી સુંદર છોકરીઓ પોતાના માટે એવા લાઈફ પાર્ટનરની પસંદગી કરતી હોય છે જેને જોઈને લોકો સરકારી નોકરી કે પૈસાની વાતો કરતા હોય છે. ત્યારે એવી જ એક જોડીને લોકો સતત ટ્રોલ કરતા હતા, પરંતુ લોકોની ટ્રોલિંગનો આ જોડીને કોઈ ફર્ક ના પડ્યો.
અભિનેત્રી મહાલક્ષ્મી અને તેના પતિની બોન્ડિંગ ઘણીવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ મેળવે છે. તેમની નવી તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. મહાલક્ષ્મી પતિ રવિન્દર ચંદ્રશેખરન સાથે જોવા મળી રહી છે, બંને બેઠા છે, પરંતુ આ ફોટો સાથે તેઓએ જે કેપ્શન આપ્યું છે અને જે કોમેન્ટ આવી છે, તે ચોક્કસ હેડલાઈન્સ બનાવી રહી છે.
આ તસ્વીરમાં રવિન્દર અને મહાલક્ષ્મી બંને ખૂબ જ શાનદાર અંદાજમાં બેઠા છે. આ તસ્વીર શેર કરતા રવિન્દરે લખ્યું છે કે, ‘મારી પત્નીનું એક સ્મિત મારા જીવનની સૌથી મોટી વસંત છે.’ મહાલક્ષ્મીએ તરત જ આ પોસ્ટ પર કમેન્ટ કરી અને કહ્યું, ‘મારી સ્મિતનું કારણ તમે છો.’ આ રીતે કોઈપણ તેમના અતૂટ પ્રેમને જોઈને ભાવુક થઈ શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે મહાલક્ષ્મી અને રવિન્દ્રન સોશિયલ મીડિયા પર આ રીતે રોમેન્ટિક થતા જોવા મળ્યા હોય. બંનેની કેમેસ્ટ્રી તેમના ફેન્સને પણ પસંદ આવી રહી છે. કહેવાય છે કે બંનેની મુલાકાત ‘વિદ્યુમ વારાઈ કથીરુ’ દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની નિકટતા વધી. અભિનેત્રી મહાલક્ષ્મી ‘વાણી રાની’ ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કાનમાની જેવી સિરિયલોમાં જોવા મળી છે.