ઉજ્જૈન મહાકાલના મંદિરમાં પહોંચી ગયો કોરોના, રુદ્ર પૂજા કરવા વાળા પૂજારીનું સંક્રમણથી મોત

કોરોનાની મહામારી આખી દુનિયાની નાદાર ફરીવાર ફેલાઈ રહી છે. કોરોના સંક્રમણના કારણે દેશભરમાં લાખો લોકો મોતને ભેટી ગયા હતા છે. ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે ઉજ્જૈન શહેરના મહાકાલ મંદિર સુધી પણ કોરોના પહોંચી ગયો છે.

છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન મહાકાલની સેવા કરવા વાળા પૂજારી ચંદ્ર મોહન કાકાનું શનિવાર્ણ રોજ કોરોના સંક્ર્મણના કારણે નિધન થયું છે. પૂજારી ચન્દ્ર મોહનના નિધનની ખબર લગતા જ શહેરમાં શોક છવાઈ ગયો છે. મહાકાલ મંદિરના પંડે-પુજારીઓએ સ્વ. ચંદ્ર મોહનેન શ્રદ્ધાંજલિ આપી છે.

તો હજુ પણ મંદિરના બીજા બે પુજારીઓ હોસ્પિટલમાં કોરોનાથી જંગ લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્ર્મણની બીજી લહેરને જોતા મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓની સનાકહ્વામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Niraj Patel