કોરોનાએ વધુ એક જીવ લીધો, જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાથી થયું નિધન

ગુજરાતને ગૌરવ અપાવનારા મહાન જાદુગરનું નિધન, જાણો વિગત

સમગ્ર દેશ સહીત ગુજરાતમાં પણ કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે. કોરોના વાયરસની ચપેટમાં લાખો લોકો આવી રહ્યા છે તો ઘણા લોકો આ વાયરસના કારણે પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે હાલ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું પણ કોરોના સંક્ર્મણના કારણે નિધન થયું છે. તેમનું અસલ નામ જાદુગર હર્ષદરાવ વોરા હતું. હર્ષદભાઈ એટલે કે જુનિયર કે.લાલે માત્ર 22 વર્ષની ઉંમરથી જ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી.

કે.લાલ અને જુનિયર કે.લાલ જાદુગર તરીકે એટલા પ્રસિદ્ધ હતા કે જાદુના શોનો બીજો પર્યાય કે. લાલ થયો હતો. હર્ષદરાવ વિશ્વવિખ્યાત કે લાલના સુપુત્ર હતા, અને પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો.

જુનિયર કે. લાલના પિતા કાંતિલાલ ગિરધરલાલ વોરા પોતાની જાદુ કળા માટે અહીં દુનિયામાં ફેમસ હતા. જાદુગર કે. લાલ તરીકે જાણીતા કાંતિલાલે તેમની 62 વર્ષની કેરિયરમાં 22 હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના વિવિધ ખૂણે ભજવ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરાપણ નાની વયે જોડાયા. લગભગ 32 વર્ષ સુધી પિતા-પુત્રે સાથે જાદુના શો એક સાથે એક જ સ્ટેજ પર વિશ્વના ખૂણે ખૂણે કર્યા હતા. હસુભાઈએ પણ આખી દુનિયામાં પ્રસિદ્ધી મેળવી.

Niraj Patel