હચમચાવી દે એવો મોટો અકસ્માત, બાળકને બચાવવા 40 લોકો કૂવામાં પડ્યા, એક બે ત્રણ નહિ આટલી લાશો બહાર આવી

હાલ એક મોટી દુર્ઘટનાની ખબર સામે આવી રહી છે. ગુરુવારે 15 જુલાઇના રોજ સાંજે એક ગામમાં કેટલાક લોકો કૂવામાં પડી ગયા. ઘટનાની વિગત જોઇએ તો, કૂવામાં એક બાળકના પડવાની સૂચના મળી હતી.

તે બાદ મોટી સંખ્યામાં ગ્રામીણો કૂવા પાસે એકઠા થઇ ગયા હતા અને તેમાંથી કેટલાક બાળકને નીકાળવા માટે કૂવાની છત પર ચઢ્યા હતા. લોકોની સંખ્યા વધારે હોવાને કારણે કૂવાની છત ધસી પડી અને 35થી 40 આસપાસ લોકો તેમાં પડી ગયા.

પ્રશાસનને ઘટનાની જાણ થતા જ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ, હાલ ઓપરેશન જારી છે, 4 લોકોના મોતની સૂચના અત્યાર સુધી સામે આવી છે અને 20 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

આ ઘટના મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાંથી સામે આવી છે. શુક્રવારે સવારે સીએમએ મૃતકોના પરિવારવાળા માટે 5 લાખ અને ઘાયલો માટે 50 હજારની સહાયતાની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર આ કૂવો 40 ફૂટ ઊંડો છે અને આ ઓપરેશન JCB અને અન્ય મશીનોથી જારી છે.

Shah Jina