બોલીવુડની દિગ્ગજ એક્ટ્રેસની ફિલ્મનું પાવાગઢમાં ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલવાનું છે, ખાનગી બાઉન્સર સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત

બોલીવુડની ધકધક ગર્લ તરીકે ઓળખાતી માધુરી દીક્ષિતને આજે કોણ નથી ઓળખતુ, તેણે બોલિવુડને ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે માધુરી ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે પરંતુ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. માધુરી તેના સમયથી સૌથી ખ્યાતનામ અભિનેત્રીઓમાં સામેલ છે. જેના કારણે તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. બોલિવુડ સેલેબ્સ ઘણીવાર કોઇ ફિલ્મના શુટિંગ માટે કે કોઇ અન્ય કારણસર ગુજરાત આવતા હોય છે અને જેને કારણે તેમને જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થઇ જતી હોય છે. ત્યારે હાલ માધુરી દીક્ષિત ગુજરાતની મુલાકાતે છે.

માધુરી દીક્ષિતે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી. તેને પાવાગઢના ગબ્બર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન પણ કર્યા હતા, માધુરી ગુજરાત ટુરિઝમ દ્વારા ચાલી રહેલા “ખુશ્બુ ગુજરાત કી..” કેમપેઇનનું શૂટિંગ કરવા માટે પાવાગઢ પહોંચી હતી. મીડિયા રીપોર્ટ અનુસાર માધુરી દીક્ષિત મેરે પાસ મા હેનાા શુટિંગ માટે આવી છે, અને તેનો ત્રણ દિવસનો પ્રવાસ છે. આવતી કાલના રોજ જુુમ્મા મસ્જિદ, સાત કમાન અને ભદ્રગેટ ખાતે શુટિંગ કરશે. શુટિંગ માટે ભદ્ર ગેટમાં બજાર ઊભુ કરવામાં આવ્યુ છે. માધુરીએ શુટિંગમાં ગયા પહેલા લોકોનું હાથ હલાવી અભિવાદન પણ કર્યુ હતુ.

આ પહેલા ગઇકાલના રોજ માધુરીએ પાવાગઢ જવાના રોપ વે તરફ શૂટિંગ કર્યું હતું, સાથે હસતા ચહેરે ચાહકોનું પણ અભિવાદન કર્યું હતું. માધુરી પાવાગઢમાં શૂટિંગ માટે આવી હોવાની જાણ થતા જ તેના ચાહકો પાવાગઢ તરફ ઉમટી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર પાવાગઢમાં માધુરી ત્રણ દિવસ સુધી રોકાશે. માધુરી દીક્ષિત ત્રણ દિવસો માટે ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ જામા મસ્જીદ, સાત કમાન, વડા તળાવ વિ. જેવા બેનમૂન ઐતિહાસિક સ્થળોએ પ્રવાસન ક્ષેત્રને ઉત્સાહિત કરવા માટે ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરશે એવું જાણવા મળી રહયુ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ માધુરી દીક્ષિતને અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં પણ જોવામાં આવી હતી, જ્યાંથી તેને ગુજરાતી થાળીનો આનંદ માણતો એક વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અભિનેતીની ફિલ્મના શૂટિંગ સમયે પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં રોજ આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી.

રોપ વે જવાનો રસ્તો કોર્ડન કરીને બાઉન્સર મૂકી દેવાતા યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. પાવાગઢમાં આજથી 3 દિવસ સુધી માધુરી દીક્ષિત શૂટિંગ કરશે. તમને જણાવી દઈએ કે દિવાળી સિઝનથી જ યાત્રાધામ પાવાગઢમાં હજારો યાત્રાળુઓ ભારે ધસારો થઇ રહ્યો છે. અને આ દરમિયાન પાવાગઢ ખાતે માંચી અને રોપ વે ખાતે માધુરી દીક્ષિતની ફિલ્મ ‘મેરે પાસ મા હૈ’ના શૂટિંગ શરૂ થયું છે. અભિનેત્રી રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું.

જેને લઇને રોપ વે સેવાને અસર થઇ હતી અને જ્યાં સુધી શુટિગ ચાલ્યું ત્યા સુધી રોપ વે સેવા બંધ થઇ ગઇ હતી. જેથી પાવાગઢ સ્થિત માંચી ખાતે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે અને બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે. જેને પગલે બાઉન્સરો અને યાત્રાળુઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી આ બધા યાત્રાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

માધુરીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની છે અને તે ફાઇન્ડિંગ અનામિકા નામની વેબ સીરીઝમાં લીડ રોલમાં જોવા મળશે. આ સીરીઝની કહાની ગ્લોબલ સુપરસ્ટાર, પત્ની અને મા કે જે અચાનક ગાયબ થઇ જાય છે અને તેની કોઇ ભાળ નથી મળતી. આ સીરીઝમાં માધુરી દીક્ષિત ઉપરાંત સંજય કપૂર અને માનવ કૌલ પણ જોવા મળશે.

Shah Jina