બોલીવુડની ધકધક ગર્લ સાથે “મજા મા” ફિલ્મમાં નજર આવશે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, ફિલ્મના ટ્રેલરમાં જ જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ

દુનિયાભરમાં ફિલ્મોના દીવાના ભર્યા પડ્યા છે. એમાં પણ બોલીવુડની ફિલ્મોની લોકપ્રિયતા તો ઠેર ઠેર છવાયેલી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હવે ખુબ જ આગળ આવી રહી છે. બોલીવુડમાં પણ ઘણા ગુજરાતી કલાકારોએ એક મોટું નામ બનાવી લીધું છે. ત્યારે હવે ટૂંક સમયમાં આવનારી ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ નજર આવવાના છે.

બૉલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત અભિનીત ફિલ્મ ‘મજા મા’ 6 ઓક્ટોબર એટલે કે આવતા મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત અને સુમિત બથેજા દ્વારા લખાયેલ, આ ફિલ્મમાં માધુરી ઉપરાંત ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, શીબા ચઢ્ઢા, સિમોન સિંહ, મલ્હાર ઠાકર અને નિનાદ કામત પણ છે.

“મજા મા” એ ફેમિલી એન્ટરટેઈનર છે જે તહેવાર અને લગ્નની પૃષ્ઠભૂમિ સામે સેટ છે. ડીજીટલ પ્લેટફોર્મે ખુદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મની રીલિઝની જાહેરાત કરી છે. પ્રાઈમ વીડિયો ઇન્ડિયા ઓરિજિનિલના પ્રમુખ અપર્ણા પુરોહિતે જણાવ્યું હતું કે, “અમે અમારા દર્શકો માટે અમારી પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ મૂવી લાવવા માટે રોમાંચિત છીએ. “મજા મા” તે મૂળ ફિલ્મોમાંથી એક છે જે અમારા પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ અમારા માટે પણ ખાસ છે કારણ કે તે એક મહિલાની શક્તિ અને તેના વિશ્વાસને દર્શાવે છે, જેને બોલિવૂડ આઇકોન માધુરી દીક્ષિત દ્વારા સુંદર રીતે સ્ક્રીન પર દર્શાવવામાં આવી છે.

દિગ્દર્શક આનંદ તિવારીએ કહ્યું કે આ ફિલ્મમાં એવી તમામ બાબતો છે જે દર્શકોને વર્તમાન સમયમાં જોવાનું પસંદ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકરની એન્ટ્રીને લઈને પણ ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મલ્હાર ઠાકરે પણ આ ફિલ્મનું ટ્રેલર પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. સાથે જ તેના ચાહકો પણ આ ફિલ્મ માટે શુભકામનાઓ આપતી કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મ વિશે વિગત આપતાં અભિનેત્રી માધુરી દીક્ષિતે કહ્યું, “પ્રાઈમ વિડિયોની પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ મૂવીનો ભાગ બનીને હું રોમાંચિત છું. “મજા મા”માં હું મારા પાત્રને લઈને સૌથી વધુ ઉત્સાહિત છું. તે પોતે જ એક જટિલ ભૂમિકા છે. મેં આ પહેલા ક્યારેય આ પ્રકારનું પાત્ર ભજવ્યું નથી. એક માતા તરીકે, એક પત્ની તરીકે અને સમાજમાં યોગદાન આપનાર તરીકે પલ્લવી પટેલ એટલી સરળતા અને સુંદરતા સાથે એક મોટી જવાબદારી ઉપાડે છે કે તેની શક્તિ, દૃઢ વિશ્વાસ અને વિશ્વાસને નજરઅંદાજ કરવું સહેલું છે.

માધુરીએ આગળ કહ્યું, “તે લાગણીઓની શ્રેણીમાંથી પસાર થાય છે જે તેના અને તેના પ્રિયજનોના જીવન પર ઊંડી અસર કરી શકે છે. હું મારા ચાહકો અને દર્શકો સાથે આ ફિલ્મ શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ફિલ્મના કલાકારો અને ક્રૂ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો છે. પ્રાઇમ વિડિયો વિશ્વભરના પ્રેક્ષકો માટે આનંદ લાવી રહ્યું છે. હું આ વિશે ઉત્સાહિત છું. અમારા દિલનો ટુકડો, અમારી મહેનત, વિશ્વના દરેક ખૂણે દર્શકોનો પ્રેમ મેળવશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી હાલમાં જ ‘ફેમ ગેમ’ નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી. નેટફ્લિક્સની આ સિરીઝમાં અભિનેત્રી સાથે સંજય કપૂર પણ જોવા મળ્યો હતો. આ સીરિઝમાં માધુરીનું પાત્ર લોકોને પસંદ આવ્યું હતું. તે જ સમયે, જો આપણે તેની પાછલી ફિલ્મો વિશે વાત કરીએ, તો અભિનેત્રી છેલ્લી વાર ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

Niraj Patel