માધુરી દિક્ષિતે શેર કરી માલદીવ્સની એવી તસવીર કે ચાહકો પણ બોલી ઉઠ્યા વાહ !

બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિતને કોણ નથી જાણતુ, આજે પણ તેને કોઇ ઓળખની જરૂર નથી. આમ તો માધુરી દિક્ષિતની ઘણી તસવીરો તમે જોઇ હશે પણ તેને જે હાલમાં તસવીર શેર કરી છે તે ખૂબ જ હોટ અને ગોર્જિયસ છે. તમને જણાવી દઇએ કે, માધુરી દિક્ષિત માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે.

માધુરી દીક્ષિત એક સમયે ઇન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી. તેણે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. એક સમયે ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં તે શામેલ થતી હતી. જો કે સમયની સાથે આજે પણ માધુરી દીક્ષિતની પોપ્યુલરિટી જરા પણ ઓછી થઇ નથી. આજે પણ તેની ફેન ફોલોઇંગ ખૂબ જ છે. માધુરી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

હાલમાં માધુરીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે જે ઝડપથી વાયરલ થઇ રહી છે.

માધુરી આ તસવીરમાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. તેણે તસવીર શેર કરતાની સાથે જ ખૂબ જ સુંદર કેપ્શન પણ આપ્યુ છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ‘જાદુઇ કલાક’.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરીની આ તસવીર સમુદ્ર કિનારાની છે અને સાંજના સમયની છે. તમને જણાવી દઇએ કે, માધુરી માલદીવ્સનાં બીચ કિનારે એન્જોય કરવાં પહોંચી હતી. માધુરીએ તેનાં ફેન્સની સાથે તેની હોલિડે ફોટો શેર કરી હતી. આ તસવીર પણ માલદીવ્સની છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી છેલ્લે “કલંક” ફિલ્મમાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર, વરૂણ ધવન અને સોનાક્ષી સિન્હા લિડ રોલમાં હતાં. હવે માધુરી જલ્દી જ ‘ફાઇંડિંગ અનામિકા’થી ડિજિટલ ડેબ્યૂ કરવાં જઇ રહી છે.

Shah Jina