મનોરંજન જગતમાંથી આવી વધુ એક ખુશ ખબરી, આ પ્રખ્યાત નિર્માતાએ બીજીવાર કર્યા ધામધૂમથી લગ્ન, જુઓ શાનદાર તસવીરો
Madhu Mantena On His Second Marriage : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસ સાથે સેલેબ્રિટીઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. સેલેબ્સના લગ્નની ખબર સામે આવતા જ ચાહકો પણ ખુશ થઇ જતા હોય છે. ત્યારે હાલ છાહકોને એવી જ એક ખુશ ખબર મળી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર મધુ મન્ટેનાએ 11 જૂન, રવિવારના રોજ પોતાની લેડી લવ સાથે લગ્ન કર્યા છે.
મધુએ યોગ નિષ્ણાત અને લેખિકા ઈરા ત્રિવેદી સાથે સાત ફેરા લીધા છે. આ ખાસ દિવસે દંપતીએ પરંપરાગત પોશાક પહેર્યો હતો. મધુએ મેચિંગ પાયજામા સાથે બેજ રંગનો કુર્તો પહેર્યો હતો, જ્યારે ઇરા ગુલાબી કાંજીવરમ સાડીમાં અદભૂત દેખાતી હતી.
ઇરા ત્રિવેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું હવે પૂર્ણ થઈ ગઈ છું.’ કેપિટલમાં I અને M ઇરા અને મધુના નામનું પ્રતીક છે. વાયરલ તસવીરોમાં કપલ ગુલાબી અને સફેદ ફૂલોના હારની આપ-લે કરતા જોવા મળે છે.
મધુ મન્ટેનાએ પહેલા લગ્ન ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા સાથે કર્યા હતા. મધુ અને મસાબાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. જોકે, ચાર વર્ષ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને અલગ થઈ ગયા. આ વર્ષે જાન્યુઆરીમાં મસાબાએ ‘બોમ્બે વેલ્વેટ’ ફેમ અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા, જે અદિતિ રાવ હૈદરીના ભૂતપૂર્વ પતિ છે.
મધુ મન્ટેના અને ઇરા ત્રિવેદીએ શનિવારે રાત્રે તેમની મહેંદી સેરેમનીનું આયોજન કર્યું હતું જેમાં આમિર ખાન, રિતિક રોશન, રાજકુમાર રાવ સહિતની હસ્તીઓએ હાજરી આપી હતી. મધુ મન્ટેનાએ આમિર ખાનની 2008ની થ્રિલર ગજનીને બૅન્કરોલ કરી હતી, જે ભારતમાં રૂ. 100 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની હતી.
અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને વિક્રમાદિત્ય મોટવાને સાથે, તેમણે ‘ફેન્ટમ’ ફિલ્મ્સની સહ-સ્થાપના કરી, જેણે ‘ક્વીન’, ‘NH10’, ‘મસાન’ અને ‘લૂટેરા’ જેવી ઘણી વિવેચક અને વ્યાવસાયિક રીતે વખાણાયેલી ફિલ્મોનું નિર્માણ કર્યું.