મૃત્યુ પહેલા રાજ કૌશલે પ્રોપર્ટીને લઈને કર્યો હતો મોટો ખુલાસો, જાણો…

મૃત્યુ પહેલા રાજ કૌશલે મંદિરા બેદી સાથે પ્રોપર્ટીને લઈને શું શું થયું? જાણો

મંદિરા બેદી પતિ રાજ કૌશલના નિધન પછી આંસુઓમાં ડૂબેલી છે તેમજ મૃત્યુના થોડાક મહિના પહેલા જ રાજ કૌશલે અને મંદિરા બેદીએ સંપત્તિને લઈને મોટો નિર્ણય લીધો હતો. રાજ અને મંદિરાએ થોડાક મહિના પહેલા જ મડ આઇલેન્ડ સ્થિત વિલાને ભાડા પર આપવાનું નક્કી કર્યું હતું.

અભિનેત્રી મંદિરા બેદી આ સમયે જિંદગીના એ દર્દમાંથી નીકળી રહી છે જેની ભરપાઈ લગભગ જ થઇ શકે. તેમના પતિ મશહૂર ડાયરેક્ટર-પ્રોડ્યૂસર રાજ કૌશલનું હાર્ટ એટેકના લીધે નિધન થઇ ગયું હતું. મંદિરા તેના બાળકોના જીવનને લઈને ચિંતામાં છે ત્યારે મૃત્યુના થોડા સમય પહેલા જ રાજ કૌશલ અને મંદિરા બેદીએ મડ આઇલેન્ડ સ્થિત વિલાને સંપત્તિ ભાડે આપવાનું વિચારી રહ્યા હતા. જેના પછી એયરબીએનબીના માધ્યમથી સામાન્ય માણસો માટે ખોલી દેવામાં આવ્યો છે.

મડ આઇલેન્ડનો તે આલીશાન વિલા સમુદ્રના કિનારે છે. મંદિરા અને તેની માતા ગીતા બેદી લગભગ 15 વર્ષ પહેલા આ વિલાને ખરીદ્યો હતો. યારબાદ આ વિલાને ફિલ્મના શૂટિંગ માટે ભાડે આપવામાં આવતો હતો. આ કારણે વિલામાં ઘણી વાર ડાયરેક્ટરના કહેવા પ્રમાણે રીનોવેશન પણ કરાયું હતું.

કહેવામાં આવે છે કે લગભગ 6-7 મહિનાની કોશિશ અને રીનોવેશન પછી મંદિરા અને રાજે તે વિલાને રિનોવેટ કરાવ્યો હતો. ત્યારબાદ કપલે નક્કી કર્યું હતું કે આ વિલાને સામાન્ય માણસો માટે પણ ખોલવામાં આવશે. એયરબીએનબીના માધ્યમથી તે વિલાને ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

મડ આઇલેન્ડ સ્થિત આ વીલમાં 4 મોટા રૂમ છે. આ વિલા ફર્નિચર સાથેનો છે. જ્યાં ફર્નિચરથી લઈને સેન્ટ્રલાઈઝડ AC અને બધા જરૂરી સામાન વિલામાં ઉપલબ્ધ છે. વિલાનો સૌથી સુંદર ભાગ તેનો પ્રાઇવેટ પૂલ છે.

પૂલમાંથી તમને સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. મંદિરા અને રાજના બાળકો સાથે આ વિલામાં ઘણી બધી યાદો જોડાયેલી છે. બંને ઘણી વાર પરિવાર સાથે વિલામાં વેકેશન માણવા આવતા હતા. મંદિરા અને રાજના બે બાળકો છે જેમનું નામ ‘વીર’ અને ‘તારા’ છે.

Patel Meet