અનુપમાની સોતન કાવ્યા ટીવી પહેલા ફિલ્મોમાં પણ આવી ચૂકી છે નજર, સફળ ન થતા કર્યો ટીવીનો રૂખ

ટીવી શો ‘અનુપમા’ દર્શકોનો મનપસંદ શો છે. આ શો છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર પોતાનું સ્થાન મેળવે છે અને આનું કારણ છે શોના કલાકારો અને શોમાં રોજ આવતા ટ્વીસ્ટ અને ટર્ન્સ. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. શોમાં અનુપમા પછી વધારે પસંદ કરવામાં આવતુ પાત્ર કાવ્યાનું છે, જે અભિનેત્રી મદાલસા શર્મા નિભાવી રહી છે.

મદાલસાને શોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મદાલસા ટીવી શો પહેલા ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. શોમાં નેગેટિવ રોલ ભજવનાર કાવ્યા ઉર્ફે મદાલસા શર્માએ તેની પહેલી જ સિરિયલથી ધમાલ મચાવી દીધી છે. આજે તે દરેક ઘરમાં કાવ્યા તરીકે ઓળખાવા લાગી હતી. પરંતુ નાના પડદા પર ઓળખ બનાવતા પહેલા અભિનેત્રીએ મોટા પડદા પર પણ હાથ અજમાવ્યો પરંતુ તે સફળ રહી ન હતી. ‘અનુપમા’માં અલગ અને ગ્લેમરસ દેખાતી કાવ્યા નેગેટિવ રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મદાલસા શર્મા પોતાની અભિવ્યક્તિ અને ડાયલોગથી શોમાં જીવ લાવે છે. કાવ્યા તરીકે જાણીતી મદાલસા શર્મા જાણીતી અભિનેત્રી છે. નાના પડદા પર આવતા પહેલા તેણે મોટા પડદા પર પણ હાથ અજમાવ્યો હતો. મદાલસા ફિલ્મોમાં કામ કરતી હતી. તે બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં જોવા મળી છે.

મદાલસા શર્માએ 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે.મદાલસા શર્માએ પણ બોલિવૂડ ફિલ્મોમાં પોતાનો જુસ્સો ફેલાવ્યો છે. મદાલસાએ ડાન્સ ડિરેક્ટર ગણેશ આચાર્યની ફિલ્મ ‘એન્જલ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

અભિનેત્રી વર્ષ 2014માં ‘સમ્રાટ એન્ડ કંપની’ અને 2015માં ‘પૈસા હો પૈસા’માં જોવા મળી હતી. મદાલસાના પિતા પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક સુભાષ શર્મા છે. મુંબઈમાં તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. મદાલસા શર્માની માતા પણ જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. તેણે બીઆર ચોપરાની મહાભારતમાં દેવકીની ભૂમિકા ભજવી હતી, તેમજ તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

Shah Jina