જો તમને પણ મળી રહ્યા છે આ 5 સંકેત તો સમજી લો તમારી કિસ્મત પણ ચમકવાની છે, માતા લક્ષ્મીની વરસશે કૃપા અપરંપાર

આ 6 સંકેત તમને કરી દેશે માલામાલ, જો તમને પણ દેખાય તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારા ઘરના દરવાજે આવીને ઉભા છે.

આજના સમયમાં પૈસાદાર થવાનું સપનું દરેક લોકો જોતા હોય છે, અને પૈસા કમાવવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે. પરંતુ તે છતાં પણ આજના સમયના ખર્ચ અને મોંઘવારી સામે ઘૂંટણિયા ટેકવા પડે છે. પરંતુ જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક બાબતોનું અનુસરણ કરો તો જીવનમાં લાભ પણ થઇ શકે છે. આજે અમે તમને એવા જ 5 સંકેત જણાવીશું જે જો તમારા જીવનમાં પણ જોવા મળે તો સમજી લેજો મા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે.

1. કોઈને કચરો વાળતા જોવા:
જો તમે સવારે પોતાના ઘરેથી નીકળીને ક્યાંક જઈ રહ્યા છો અને ત્યારે કોઈ તમને કચરો વાળતું જોવા મળે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આમ થવાનો મતલબ છે કે તમારો કોઈ વિવાદ જલ્દી જ ઉકેલાવાનો છે. કોર્ટ કચેરીના મામલામાં પણ તમને જલ્દી જ રાહત મળશે.

2. શ્વાન દ્વારા મળશે આ સંકેત:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહીં ધોઈને સવારે જયારે તમે ઘરેથી નીકળો છે અને રસ્તામાં કોઈ શ્વાન મોઢામાં રોટલી કે કોઈ શાકાહારી વસ્તુ લઈને જતા જોવા મળે છે તો સમજી લેજો લક્ષ્મી માતાનું આગમન થવા જઈ રહ્યું છે. આ સંકેત દ્વારા તમને ક્યાંકથી ધનપ્રાપ્તિ થવાની છે. એવું પણ માનવામાં આવે છે કે શ્વાન દ્વારા શાકાહારી વસ્તુ મોકલીને ધનની દેવી તમને સંકેત આપી રહી છે.

3. પક્ષીનો માળો:
જો કોઈ પક્ષી તમારા ઘરમાં માળો બનાવે છે તો તેને હટાવશો નહિ, કારણ કે તેને માતા લક્ષ્મીનો સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ કોઈ નડતર રૂપ માળો પક્ષીએ બનાવ્યો હોય તો તેને તોડવાને બદલે ઉઠાવીને ઝાડ પર રાખી દેવો. જેના કારણે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે.

4. જમણા હાથમાં ખંજવાળ:
વસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા જમણા હાથમાં ખંજવાળ આવી રહી છે તો સમજી લેજો કે આ માતા લક્ષ્મીનો ઘરમાં આવાનો સંકેત છે. માણસના જીવનમાં અચાનક ધનલાભ પણ થઇ શકે છે. જો સવારે તમને આંખો ખુલતા જ શંખનો અવાજ સંભળાય છે તો પણ તમારા જીવનમાં ધનલાભ થવાનો સંકેત છે.

5. કાળી કીડીનું ટોળું:
જો ઘરની અંદર અચાનક ક્યાંકથી કાળી કીડીનું ટોળું આવી જાય છે તો સમજી લેજો કે મા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. તમને અચાનક ધન અને સંપત્તિ પ્રાપ્ત થવાના પણ સંકેત છે, જ્યોતિષ શાસ્ત્રમાં પણ કાળી કીડીને શુભ માનવામાં આવી છે.

Niraj Patel