સવાર સવારમાં મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો કલોલ હાઇવે, સરકારી બસના ટાયર નીચે 5 લોકો કચડાઈ ગયા, 7થી વધુ થયા ઘાયલ, પાછળથી આવી રહેલી ખાનગી બસે મારી હતી ટક્કર

કલોલમાં પ્રાઇવેટ બસે ST ને ઠોકી, બસ સ્ટેન્ડ પર ઉભેલા બિચારા 5 મુસાફરો કચડાઈ ગયા, બધા જ મરી ગયા, જાણો સમગ્ર મામલો

Luxury Hits Parked Bus : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાક એવા ગમખ્વાર અકસમાત પણ સર્જાતા હોય છે જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. આવા અકસ્માતની તસવીરો અને વીડિયો સામે આવતા જ લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. હાલ એક એવા જ અકસ્માતની ઘટના ગાંધીનગરના કલોલમાંથી સામે આવી છે. જેમાં એક સરકારી બસ અને ખાનગી બસની ટક્કરમાં પાંચ લોકો મોતને ભેટ્યા છે.

મરણ ચિચિયારીથી ગુંજી ઉઠ્યું કલોલ:

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના કલોલમાં અંબિકાનગર બસ સ્ટેન્ડ પર સવારના 7.18ની આસપાસ બસની રાહ જોઈને  કેટલાક મુસાફરો ઉભા હતા. ત્યારે જ અમદાવાદ તરફ જતી એક બસ બસ્ટેન્ડ પાસે આવી અને તેની પાછળ આવી રહેલી એક ખાનગી બસે સરકારી બસને ટક્કર મારતા જ તેની નીચે ઘણા બધા પેસેન્જર કચડાઈ ગયા હતા.

5 લોકોના મોત, 7 લોકો ઘાયલ:

આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે. જયારે 7 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાને લઈને આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને કોલ કરી બોલાવી લેવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસને પણ જાણ થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

બસનો ડ્રાઇવર પોલીસ સ્ટેશનમાં હાજર:

કલોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવી, મૃતકો તેમજ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ઘટના બાદ ખાનગી બસનો ચાલક પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. હાલ કલોલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Niraj Patel