સુરતમાં બેકાબુ બનેલી મહિન્દ્રા થાર ડિવાઈડર ઓળંગીને રોંગ સાઈડની દીવાલમાં ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ, જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા કિસ્સાઓમાં આવા અકસ્માતની અંદર ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, તો ઘણા અકસ્માતના ધ્રુજાવી દેનારા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, હાલ સુરતમાંથી એવા જ એક અકસ્માતનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિન્દ્રા થાર ડિવાઈડર કૂદીને રોન્ગ સાઈડમાં ઘુસી એક દીવાલમાં અથડાય છે અને ત્યારબાદ પલટી ખાઈ જાય છે.

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે જયારે ગાદીએ પલટી મારી હતી ત્યાર પહેલા જ ત્રણ લોકો ત્યાં ઉભા હતા, પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો, આ આખી જ ઘટનાનો વીડિયો ત્યાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઇ ગયો હતો. આ ઘટનાને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ ઘટના કતારગામ પોલીસ સ્ટેશન પાસે બની હતી, જેમાં જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશન પાસે સર્કલ ઉપર વળ્યાં બાદ અચાનક જીપનું સ્ટેરીંગ લોક થઇ ગયું હતું, અને જેના કારણે જીપ ડિવાઈડર કૂદીને રોન્ગ સાઈડમાં આવેલી દીવાલમાં ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતા જ સ્થાનિક લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ગાડીમાં સવાર ડ્રાઈવર સમેત બે લોકોને બહાર કાઢ્યા હતા, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહોતી.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાડી દૂરથી જ કતારગામ વિસ્તારમાં આવેલા જુના પોલીસ સ્ટેશન પાસેના સર્કલ ઉપર વળાંક લઈને રોડ ઉપર આવે છે અને અચાનક જ તે ડિવાઈડર કુદાવીને રોન્ગ સાઈડની દીવાલ ઉપર અથડાઈને પલટી ખાઈ જાય છે, વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ગાડી અથડાઈ એ પહેલા જ ત્યાં ત્રણ યુવાનો કેન્ડી ખાવા માટે ઉભા રહ્યા હતા, પરંતુ જેવી જ ગાડી અથડાઈ તેવા જ તે દૂર ખસી ગયા હોવાના કારણે બચી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બીજી તરફ અકસ્માતને લઈને મોટી સંખ્યામાં આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા અને ગાડીમાંથી ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો, ડ્રાઈવરનું કહેવું છે કે સ્ટેરીંગ લોક થઇ ગયું હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ, ત્યારે લોકોના મનમાં પણ એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આવી લક્ઝુરિયસ કારમાં સ્ટેરીંગ લોક થવાની ઘટના કેવી રીતે બની શકે ?

Niraj Patel