શું મુકેશ અંબાણી હવે લંડનમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છે ? લંડનમાં ખરીદ્યો અધધધ કરોડનો આલીશાન મહેલ, જુઓ તસવીરો

દેશ  અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી તેમના વૈભવી જીવનના લીધે જાણીતા છે. તેમને મુંબઈના પૉશ વિસ્તારમાં બનાવેલું તેમનું આલીશાન મકાન “એન્ટિલિયા” દુનિયાભરમાં ચર્ચાનો વિષય પણ બન્યું છે. “એન્ટિલિયા” ઉપરાંત પણ મુકેશ અંબાણી પાસે ઘણી બધી કિંમત પ્રોપર્ટી છે ત્યારે હવે મુકેશ અંબાણીએ લંડનમાં પણ કરોડોની એક આલીશાન પ્રોપર્ટી ખરીદી છે.

મુકેશ અંબાણીએ હાલમાં જ લંડનમાં પોતાનું બીજું ઘર ખરીદ્યું છે. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણીની આ બીજું ઠેકાણું છે. મુકેશ અંબાણી એન્ટિલિયા સિવાય હવે લંડનના આ ઘરમાં રહેવાના છે.  મિડ ડેના અહેવાલ મુજબ મુકેશ અંબાણીએ લંડનમાં પોતાનું બીજું ઘર ખરીદ્યું છે.

તેમને લંડનના બકિંઘહામશાયરમાં સ્ટોક પાર્કની 300 એકર જમીન ખરીદી છે. આવી સ્થિતિમાં હવે રિલાયન્સ ગ્રુપે લંડનમાં સ્થાયી થવાના પ્રશ્ન પર સ્પષ્ટતા રજૂ કરી છે. રિલાયન્સે તેના સત્તાવાર નિવેદનમાં આ સમાચારોને માત્ર અફવા ગણાવ્યા અને સ્પષ્ટ પણે કહ્યું કે મુકેશ અંબાણીની ભારત છોડીને અન્યત્ર શિફ્ટ થવાની તેમની કોઈ યોજના નથી.

મિડ-ડેએ તેના અહેવાલમાં લખ્યું છે કે મહામારીમાં લોકડાઉન દરમિયાન અંબાણીએ તેમનો મોટાભાગનો સમય તેમના મુંબઈના ઘર એન્ટિલિયામાં વિતાવ્યો હતો. ત્યારે જ અંબાણી અને તેમના પરિવારને સમજાયું કે તેમની પાસે બીજી મિલકત હોવી જોઈએ જેને તેઓ પોતાનું ઘર કહી શકે. તેથી તેમને લંડનમાં પ્રોપર્ટી ખરીદવાનું નક્કી કર્યું. જે બાદ તેણે લંડનમાં પ્રોપર્ટી ખરીદવાનો નિર્ણય કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને આ પ્રોપર્ટી ગયા વર્ષે લગભગ 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

આ વર્ષની શરૂઆતમાં લંડનના બકિંઘહામશાયરમાં સ્ટોક પાર્કમાં કન્ટ્રી ક્લબ પાસે 300 એકર જમીન માટે સોદો થયો હતો. ઓગસ્ટમાં તેના પર ઘરનું બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે તૈયાર છે. મુકેશ અંબાણીના લંડનના આ ઘરમાં 49 બેડરૂમ જણાવવામાં આવી રહ્યા છે. અંબાણીના આ ઘરમાં એક મીની હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. મિડ ડેને પાસેથી મળેલી માહિતી મુજબ, આ વર્ષે મુકેશ અંબાણી અને તેમના પરિવારે તેમના લંડનના ઘરે દિવાળીની ઉજવણી કરી છે. તે દિવાળી પહેલા ત્યાં ગયા હતા.

આ હવેલી 100 વર્ષથી વધુ જૂની છે. વર્ષ 1908માં બનેલ આ હવેલી શરૂઆતમાં એક ખાનગી રહેઠાણ હતું, પરંતુ બાદમાં તેને કન્ટ્રી ક્લબમાં ફેરવી દેવામાં આવ્યું. આ હવેલીમાં જેમ્સ બોન્ડ સિરીઝની સિનેમાનું શૂટિંગ પણ થયું છે. ખબર એવી પણ આવી હતી કે અંબાણી પરિવાર આવતા વર્ષે એપ્રિલ સુધીમાં લંડન શિફ્ટ થઈ શકે છે. મુકેશ અંબાણીનો પરિવાર છેલ્લા અઢી મહિનાથી સતત મુંબઈથી બહાર છે.

Niraj Patel