કલોલનો બ્રાહ્મણ પરિવાર બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ, પિયર જતા પહેલા સાસુ સામે રડીને કહ્યું “મને તમારા વગર નહીં ગમે મમ્મી” અને પછી પાછી જ ના આવી..
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનના ઘણા બધા મામલાઓ સામે આવ્યા છે. જેમાં લગ્નની ઈચ્છા રાખતા મુરતિયાઓને દલાલો મારફતે ફસાવવામાં આવે છે અને પછી તેમના લગ્ન એવી કન્યા સાથે કરાવવામાં આવે છે, જે લગ્ન બાદ તિજોરી સાફ કરીને ચાલી જતી હોય છે. હાલ એવો જ એક મામલો કલોલમાંથી પણ સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિને લગ્ન કરવા દોઢ લાખમાં પડ્યા.(તમામ તસવીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કલોલમાં આવેલા ઈસંડ ગામમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારનો દીકરો લગ્ન માટે કન્યા શોધી રહ્યો હતો ત્યારે જ છત્રાલમાં રહેતા અને દોઢેક વર્ષથી આ પરિવારને ઓળખતા ગોરધન પ્રજાપતિએ તેમને લગ્ન માટે કન્યા બતાવવાનું કહ્યું. આ અગાઉ પણ તેમણે બે ચાર જણના લગ્ન કરાવ્યા હતા.
જેના બાદ આ બ્રાહ્મણ પરિવારનું ઘર જોઈને એક છોકરી લગ્ન માટે બતાવી. છોકરીએ પણ લગ્ન માટે આ ઘર જોઈ લીધું અને બધું જ સારું લાગતા લગ્ન માટે હા કહ્યું. જેના બાદ દલાલ એવા ગોરધન પ્રજાપતિએ લગ્ન માટે દોઢ લાખ રૂપિયાની માંગણી કરી અને બ્રાહ્મણ પરિવાર લગ્ન માટેની આ રકમ આપવા માટે પણ તૈયાર થઇ ગયો.
જેના બાદ 20/11/2022ના રોજ સાધના નામની યુવતી સાથે બ્રાહ્મણ પરિવારના દીકરાના લગ્ન કોર્ટમાં નક્કી થયા. ત્યારે તેનું આધારકાર્ડ ના હોવાના કારણે એફિડેવિટ કરવામાં આવ્યું. લગ્ન પહેલા 30 હજારની રકમ ચૂકવી હતી. જેના બાદ લગ્ન સમયે 1,20,000 રૂપિયા ચુકવવામાં આવ્યા. આ લગ્નમાં દલાલ સાક્ષી બનીને સહી કરવા હાજર રહ્યા હતા. જેના બાદ કલોલના મહાકાળી મંદિરમાં પણ સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા.
લગ્નના એક મહિના બાદ સાધના પોતાના પિયર જવાનું કહીને નીકળી અને જતા જતા તેના સાસુને રડતા રડતા કહ્યું કે હું અઠવાડિયું નહિ પણ ચાર દિવસમાં જ પછી આવી જઈશ. પણ પછી તે પાછી ના આવી. ઘણા દિવસ સુધી આમ જ ચાલતું રહ્યું, ફોન પણ ઉંચકવાના બંધ કરી દીધા. જેના બાદ દલાલને પૂછતાં દલાલે એ પાછી નહિ આવે અને પૈસા પણ પાછા નહિ આવે એમ કહી દેતા બ્રાહ્મણ પરિવારે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)