વોટર પાર્કમાંમાં ન્હાવા દરમિયાન અચાનક જ યુવકનું થયું મૃત્યુ, સાંભળીને હૈયું ફાટી જશે એવી ઘટના બની

વોટર પાર્કમાં જતા પહેલા ચેતી જજો: ત્યાં ન્હાવા ગયેલા યુવકનું તરફડીયા મારીને થયું મૃત્યુ, આ ભૂલ ન કરતા તમે

લખનઉના વોટર પાર્કમાં ન્હાવા દરમિયાન એક યુવકનું મોત થઇ ગયુ. લખનઉના બીબીવીડી થાના ક્ષેત્ર અંતર્ગત સ્થિત આનંદી વોટર પાર્કમાં ગુરુવારના રોજ એક યુવકની વોટર પાર્કમાં વોટર સ્લાઇડરથી ન્હાવા દરમિયાન તેની પડવાને કારણે મોત થઇ ગઇ. સ્લાઇડરથી પડવાને કારણે પાર્કમાં આવેલા લોકોમાં પણ હડકંપ મચી ગયો હતો.

જણાવી દઇએ કે, આ પહેલા પણ આનંદી વોટર પાર્કમાં અકસ્માત થઇ ચૂક્યો છે. જો કે, યુવક મોહમ્મદ કલિમ ઉર્ફે બબલુ ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આનંદી વોટર પાર્ક : લખનઉ

આ મામલામાં બીબીડી પોલીસ સ્ટેશનના સિનિયર સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આ ઘટના સાંજે સાડા ચાર વાગ્યે બની હતી, જ્યારે બીબીડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આનંદી વોટર પાર્કમાં મોહમ્મદ કલિમ નામનો યુવક સ્લાઈડર પરથી નીચે પડી ગયો હતો. ઈન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે,

representative image

“અકસ્માત બાદ યુવકને તાત્કાલિક લખનઉની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કેટલાક ફૂટ ઉપરથી પડી જવાને કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.’

representative image

સિનિયર સબ-ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે મૃતક યુવક તેના બે મિત્રો સાથે ઇદ પછી આનંદી વોટર પાર્કમાં ફરવા આવ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો. જો કે ઘટનાની જાણકારી પરિવારજનોને આપવામાં આવી હતી. મૃતક યુવક કલીમ બારાબંકીની હીરો બાઇકની એજન્સીમાં નોકરી કરતો હતો અને તે તેના બે મિત્રો ઝાહીદ અને મોહિત સાથે વોટર પાર્કની મજા માણવા આવ્યો હતો.

representative image

તેની લાશનું પોસ્ટમોર્ટમ કરી લાશ પરિવારજનોને સોંપવામાં આવી.ભાઈ નસીમના જણાવ્યા મુજબ, કલીમ બાઇકના શો રૂમમાં કેશિયર હતો અને તેણે ઈદને કારણે રજા લીધી હતી. આવી સ્થિતિમાં તે મિત્રો સાથે વોટર પાર્કમાં ફરવા માટે સવારે બાઇક પર નીકળ્યો હતો. મોહિતે સાંજે ચાર વાગ્યે નસીમને ફોન કર્યો અને કલીમના સ્લાઈડર પરથી પડી ગયાની જાણ કરી.

representative image

નસીમ તેના પિતા સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ કલીમનું મોત થઈ ગયું હતું. મિત્રોના જણાવ્યા અનુસાર, કલીમ સ્લાઇડર પરથી બેલેન્સ ગુમાવવાને કારણે પડી ગયો હતો. ત્યાં કેટલાક રીપોર્ટ અનુસાર, વોટર પાર્ક પ્રશાસન અને પોલીસ મામલો છુપાવવામાં વ્યસ્ત છે.

Shah Jina