મોંઘવારીનો ડબલ એટેક : રાંધણગેસના ભાવમાં અધધ રૂપિયાનો વધારો, પેટ્રોલ-ડિઝલ પણ થયા મોંઘા

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડર)ના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2-5 રૂપિયાનો વધારો કર્યો હતો. આ રીતે સામાન્ય લોકો એક સાથે મોંઘવારીનો ભોગ બન્યા છે.

મંગળવારથી 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા છે. ઘણા મહિનાના અંતરાલ બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. છેલ્લી વખત ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો 6 ઓક્ટોબર 2021ના રોજ બદલાયા હતા. આજથી દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે. નવીનતમ ભાવ વધારા સાથે, દિલ્હી અને મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા થઈ જશે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 976 સુધી પહોંચી જશે.

ત્યાં, ચેન્નાઈમાં રાંધણ ગેસ માટે 965.50 રૂપિયા અને લખનઉમાં 987.50 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 137 દિવસ બાદ તેમની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. મંગળવારથી દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા પ્રતિ લિટર થઇ છે. આ અગાઉ 4 નવેમ્બર 2021ના ​​રોજ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે કુલ ચાર મહિના પછી તેમની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે.

બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઈલની આ મોંઘવારી ગ્રાહકો સુધી પહોંચાડવી જરૂરી બની ગઈ છે. જેના કારણે મંગળવારે સવારે ઈંધણના ભાવમાં વધારો થયો હતો. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે.

શહેર                                 જૂનો ભાવ                                  નવો ભાવ

અમદાવાદ                           906.50                                     956.50

દિલ્હી                                 899.50                                     949.50

મુંબઈ                                 899.50                                     949.50

Shah Jina