“સાથ નિભાના સાથિયા”ની આ અભિનેત્રી બની બીજીવાર માતા, પોતાના જ બર્થ ડે પર આપ્યો બાળકને જન્મ

ફેન્સ માટે ડબલ ખુશખબરી: “સાથિયા” ની અભિનેત્રીએ ગુંજી કિલકારી, જુઓ દીકરો આવ્યો કે દીકરી

ટીવીના ફેમસ શો “સાથ નિભાના સાથિયા” ફેમ અભિનેત્રી લવી સાસન બીજીવાર માતા બની ગઇ છે. અભિનેત્રીએ એક વાર ફરી દીકરાને જન્મ આપ્યો છે. આ પહેલા તે એક દીકરાની માતા હતા. ઘરમાં નાના મહેમાનને લઇને લવી અને તેના પતિ કૌશિક કૃષ્ણામૂર્તિ ખૂબ જ ખુશ છે.

ખાસ વાત તો એ છે કે લવીએ તેના જન્મદિવસ પર તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ સાથે જ તેમની ખુશી ડબલ થઇ ગઇ છે. મીડિયા સાથે વાતચીતમાં ખુશી જાહેર કરતા લવીએ કહ્યુ કે, તે અને કૌશિક ઘણા ખુશ છે, હવે તેના જીવનમાં ત્રણ લોકો સ્પેશિયલ છે, તેના પતિ અને બે દીકરાઓ.

લવીએ કહ્યુ કે, મારા સાસુ-સસરા ઇચ્છતા હતા કે છોકરી થાય પરંતુ નસીબે કંઇક બીજુ વિચાર્યુ હતુ. મારા જન્મદિવસે જ મારો દીકરો થયો છે. હવે દર વર્ષે ઘરમાં મોટુ સેલિબ્રેશન કરવાનુ કારણ મળી ગયુુ છે.

લવીએ જણાવ્યુ કે તેની નોર્મલ ડિલીવરી થઇ છે. લવીને જયારે પૂછવામાં આવ્યુ કે તેનો દીકરો રોયસ નાના ભાઇના આવવાથી કેટલો એક્સાઇટેડ છે ? તો આ પર લવીએ કહ્યુ કે, જયારે બેબી ડિલીવર થયુ તો વીડિયો કોલિંગથી અમે તેને બેબી બતાવ્યુ અને કહ્યુ કે, તારો નાનો ભાઇ છે.

રોયસ કંફ્યુઝ દેખાયો અને સ્માઇલ સાથે બેબીનેે જોતો રહ્યો. તે હજી નાનો છે પરંતુ તેની આંખોમાં નાના ભાઇના આવવાની ખુશી ઝલકે છે. તે મારા વગર જ મારા સાસુ સસરા સાથે શાંતિથી રહે છે. તે અમારા ઘરે આવવાની રાહ જોઇ રહ્યો છે.

Shah Jina