વરરાજા કન્યાના ગળામાં નાખવાનો હતો વરમાળા ત્યારે જ આવી પહોંચ્યો પ્રેમી, સેંથામાં ભર્યું સિંદૂર અને પહેરાવી દીધી વરમાળા, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાના પ્રેમને મેળવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરતો હોય છે, ઘણીવાર તો તે પોતાના પ્રેમને મળેવવા માટે એ હદ સુધી જતો હોય છે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. ઘણીવાર એવી ખબરો પણ સામે આવે છે કે લગ્નના દિવસે જ કન્યા કે વરરાજા તેના પ્રેમી સાથે ભાગી જતા હોય છે, તો ઘણીવાર પ્રેમી પ્રેમિકાના લગ્નમાં આવીને હોબાળો મચાવતો હોય છે, હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે, જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

બિહારના નાલંદામાં એક યુવક તેની ગર્લફ્રેન્ડના લગ્નમાં પહોંચ્યો હતો. જેના બાદ તેને વરમાળા દરમિયાન સ્ટેજ પર જઈને જે કર્યું તેની કોઈને અપેક્ષા પણ નહોતી. તેણે પહેલા ગર્લફ્રેન્ડને માળા પહેરાવી, ત્યારબાદ માંગમાં સિંદૂર ભરી દીધુ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પછી ત્યાં હાજર લોકોએ યુવકને ખુબ જ માર માર્યો હતો.

મામલો નાલંદા જિલ્લાના હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુર ગામનો છે. મંગળવારે રાત્રે લગ્ન યોજાઈ રહ્યા હતા ત્યારે વરમાળા દરમિયાન અચાનક પ્રેમી સ્ટેજ પર આવી જાય છે અને કન્યાના ગળામાં માળા પહેરાવી સેંથામાં સિંદૂર ભરી દે છે. આ બધું એટલુ ઉતાવળમાં થયું કે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

પ્રેમીના આવા કારનામાથી ગુસ્સે ભરાયેલા કન્યા પક્ષના લોકોએ યુવકને પકડી લીધો અને તેને બેરહેમીથી મારવાનું શરૂ કર્યું. ડઝનેક લોકોનું ટોળું કથિત પ્રેમીને લાત અને મુક્કા મારી રહ્યું હતું. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી પોલીસે યુવકને કોઈ રીતે ત્યાંથી બહાર કાઢ્યો.

ઘાયલ શૈલેન્દ્ર રાઉતને પોલીસે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અહીં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારી સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વરરાજા લગ્ન કર્યા વિના જાન લઈને પરત ફર્યા હતા. આ મામલે બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

ગ્રામજનોએ જણાવ્યું કે જાન નંદબીઘા ગામમાંથી આવી હતી. કન્યા અને વરરાજા બંને વરમાળા માટે સ્ટેજ પર હાજર હતા, આ દરમિયાન યુવતીનો કથિત પ્રેમી ત્યાં પહોંચી ગયો. તેણે પહેલા માળા પહેરાવી અને પછી માંગમાં સિંદૂર ભર્યું. જે બાદ હોબાળો થયો હતો. આ ઘટના બાદ વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવકે જણાવ્યું કે તેમની વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. તે તેની ગર્લફ્રેન્ડના કહેવા પર જ ત્યાં ગયો હતો. એસએચઓ દેવાનંદ શર્માએ જણાવ્યું કે બંને પક્ષોએ કેસ માટે અરજી કરી છે. ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે. આ મામલે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel