જામનગરમાં લવ જેહાદ : 17 વર્ષિય સગીરાને યુવક ઈસ્માઈલ સોશિયલ મીડિયા મારફતે ફસાવી ભગાડી લઇ ગયો, પછી પોલિસે શીખવાડ્યુ એવું સબક કે…

ગુજરાતમાંથી અવાર નવાર યુવકો દ્વારા યુવતિઓને ફસાવી અને તેમને કોઇ આધારે બ્લેકમેઇલ કરી કે પછી કોઇ અન્ય કારણોસર તેમને ફસાવી તેમની સાથે ગંદુ કામ કરવામાં આવતુ હોવાના કિસ્સા સામે આવે છે. ઘણીવાર ગુજરાતમાંથી લવ જેહાદના પણ કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જામનગરમાંથી લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો, જેમાં સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક મારફતે સંપર્કમાં આવેલ આસામના યુવકે જામનગરમાં રહેતી 17 વર્ષિય સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને બે દિવસ અગાઉ જ તે તેને ઘરેથી ભગાડી ગયો હતો.

આ મામલો જામનગરના સીટી સી ડીવીઝન પોલીસ સુધી પહોચતા આસામના 23 વર્ષીય યુવકને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આરોપી જેરુલ જે સગીરાને ભગાડી ગયો હતો તેને વડોદરા રેલવે પોલીસની મદદથી ઝડપી પાડી જામનગર ખાતે લાવવામાં આવ્યા બાદ તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તેની અટકાયત કરી હતી. પોલિસે આ કેસમાં ભારે સતર્કતા દેખાડી ગણતરીના કલાકોમાં જ આરોપીને સગીરા સાથે બરોડા રેલવે સ્ટેશન ખાતેથી દબોચી લીધો હતો.

આ કિસ્સો સામે આવ્યા બાદ શહેરમાં ચકચાર મચી ગઇ છે. આસામના જેહરૂલ ઈસ્માઈલ નામના શખ્સ સાથે જામનગરની સગીરા ફેસબુક મારફતે પરિચયમાં આવી હતી અને બંને મિત્ર બન્યા હતા, તે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ એને આરોપીએ સગીરાને ફસાવીને પોતાની સાથે ભગાડી જવા પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ તે જામનગર આવ્યો અને વહેલી સવારે 5 વાગ્યે સગીરાને તેના ઘરેથી ભગાડી ગયો.

જો કે, આ બાબતની જાણ સગીરાના પિતાને થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામનો આ શખ્સ બરોડા રેલવે સ્ટેશન પર હોવાની જાણ થઇ અને તેને ત્યાંથી જ પોલીસે તેને ઉઠાવી લીધો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જામનગરમાં લવ જેહાદને પ્રોત્સાહન આપતો સરકારી કર્મચારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયોમાં સરકારીકર્મીઓ દ્વારા જ લઘુમતી યુવક અને હિન્દૂ સમાજની યુવતીના લગ્ન રજિસ્ટ્રારમાં કેટલીક વિગતો છુપાવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આવા કિસ્સાઓ લઈને સરકાર કાયદો અમલીકરણ કરે અને કડક જોગવાઈ કરવામાં આવે તેવી માંગ જુદા જુદા સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે.

Shah Jina