ગુજરાતમાંથી સામે આવ્યો વધુ એક લવ જેહાદનો મામલો, યુવતીને લલચાવીને ભગાડી ગયો યુવક અને પછી કર્યું એવું કે….

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લવ જેહાદના મામલાઓ સામે આવી રહ્યા છે. લવ જેહાદને લઈને ગુજરાતમાં કાયદો અમલી બન્યો હોવા છતાં પણ ઠેર ઠેર આવી ઘટનાઓ બનતી જોવા મળી રહી છે, ત્યારે લવ જેહાદની વધુ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે, જ્યાં યુવક દ્વારા યુવતીને લલચાવીને ભગાડી જવામાં આવી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી યુવકો દ્વારા હિન્દૂ યુવતીને લલચાવી ફોસલાવી અને ધર્મ પરિવર્તન કરાવીને ભગાડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ વધુ એક કિસ્સો પણ સામે આયવો છે જે અંગેની જાણ ડેપ્યુટી મેયર કુમાર શાહ દ્વારા ધારાસભ્ય વિભાવરી દેવીને કરતા તેમને તરત ભાવનગર પોલીસને અંગે તપાસ કરવા માટે રજુઆત કરી હતી.

આ બાબતે તપાસ કરી રહેલ પોલીસને યુવાનનું લોકેશન હૈદરાબાદમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ભાવનગર પોલીસ એક અન્ય લવ જેહાદના મામલામાં જ હૈદરાબાદમાં હોવાના કારણે તેમને આ યુવાનના લોકેશન વિશેની માહિતી આપવામાં આવી હતી, જેના બાદ યુવતીને ભગાડી જનાર યુવાન પણ હૈદરાબાદથી ઝડપાઇ ગયો હતો.

પોલીસેઆ બાબતે વિગત મેળવતા યુવક જે યુવતીને ભગાડી ગયો હતો તે યુવતી વડોદરાની હોવાનું પણ સામે આવ્યું હતું. યુવક યુવતીને ત્યાંથી હૈદરાબાદ લાવી અને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું પણ વિગતો પ્રાપ્ત થઇ હતી. આ બાબતે પોલીસે યુવતીના વાલીઓને જાણ કરતા તેઓ યુવતીને હેમખેમ વડોદરા લઇ આવ્યા હતા અને વાસ્તવિકતા વિશે અવગત કરાવી હતી.

Niraj Patel