નિયમિત આ જાપ કરવાથી માણસની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે, ખરાબ સમય ઝડપથી દૂર થશે

આ મંત્ર જાપથી શનિની સાળાસાતીથી મળે છે મુક્તિ

આપણે સૌ જાણીએ છીએ કે, હનુમાનજી કોઇપણ ખરાબ વ્યક્તિ કે વસ્તુ સામે આપણું રક્ષણ કરે છે. જો નિયમિત હનુમાનજીના નામોની સ્તુતિ-મંત્રો કરવામાં આવે તો કોઇપણ સમસ્યા હોય તે ઝડપથી દૂર થાય છે. હનુમાનજી ભક્તોના કષ્ટ દૂર કરે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, હનુમંતની સ્તુતિના 12 નામ કરવાથી અને સ્તુતિ આનંદરામાયણમાં વર્ણતિ છે. હનુમાનજીના 12 નામોની સ્તુતિને એક શ્લોકમાં છે. જેમાં તેના 12 નામોની મહિમા છે તથા દરેક નામ લેવાથી તેનો લાભ મળે છે. એવુ માનવામાં આવે છે કે આ પાઠનો જાપ કરવાથી શનિની સાળાસાતીથી મુક્તિ મળે છે તો આવો આ 12 નામ વાળી સ્તુતિ વિશે જાણકારી મેળવીએ…

हनुमानञ्जनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिङ्गाक्षोऽमितविक्रम:।।

उदधिक्रमणश्चैव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।

एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।

तस्य सर्वभयं नास्ति रणे च विजयी भेवत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

કરો હનુમાનજીના આ 12 નામોના પાઠઃ

हनुमान, ॐ श्री हनुमते नमः।
અર્થ- ભક્ત હનુમાન

अञ्जनी सुत, ॐ अञ्जनी सुताय नमः।
અર્થ-દેવી અંજનીનો પુત્ર

वायु पुत्र, ॐ वायुपुत्राय नमः।
અર્થ- પવન દેવનો પુત્ર

महाबल, ॐ महाबलाय नमः।
અર્થ- જેની પાસે બહુ જ તાકાત છે

रामेष्ट, ॐ रामेष्ठाय नमः।
અર્થ- શ્રી રામના પ્રિય

फाल्गुण सखा, ॐ फाल्गुण सखाय नमः।
અર્થ- અર્જુનના મિત્ર

पिङ्गाक्ष, ॐ पिंगाक्षाय नमः।
અર્થ- જેની આંખ લાલ કે સોનેરી છે

अमित विक्रम, ॐ अमितविक्रमाय नमः।
અર્થ- જેની વીરતા અસિમ છે.

उदधिक्रमण, ॐ उदधिक्रमणाय नमः।
અર્થ- એક છલાંગમાં સમુદ્ર પાર કરનારા

सीता शोक विनाशन, ॐ सीताशोकविनाशनाय नमः।
અર્થ- માતા સીતાના દુઃખને દુર કરનારા

लक्ष्मण प्राण दाता, ॐ लक्ष्मणप्राणदात्रे नमः।
અર્થ- લક્ષ્મણાના પ્રાણ પાછા લાવનારા

दशग्रीव दर्पहा, ॐ दशग्रीवस्य दर्पाय नमः।
અર્થ- દસ માથા વાળા રાવણના અહંકારનો નાશ કરનારા

YC