આ નાની બાળકીની ક્યુટનેસ જોઈને તો તમે પણ તેના દીવાના બની જશો, વરસાદમાં ભગવાન ગણેશની પ્રતિમા સામે જોઈને કહ્યું, “રેઇનકોટ કેમ નથી પહેર્યો?” જુઓ વીડિયો

“ભગવાને રેઇન કોટ કેમ નથી પહેર્યો “, એવા કાલાઘેલા અવાજમાં બાળકીએ કર્યો એવો માસુમ સવાલ કે જોઈને ચાહકો પણ થઇ ગયા ફિદા, જુઓ વીડિયો

Why Is Lord Ganesha Not Wearing Raincoat: નાના છોકરાઓ ભગવાનનું રૂપ હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ. તેમની કાલીઘેલી હરકતો અને અને તેમની તોતડી બોલી સાંભળીને કોઈનું પણ દિલ પીગળી જાય. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને તમે પણ ખુશ થઇ જતા હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે.

મમ્મી પપ્પા સાથે પાર્કમાં આવી હતી બાળકી :

બાળકો ઘણીવાર કેટલાક એવા પ્રશ્નો પણ પૂછી લેતા હોય છે જેના કારણે તેમને જવાબ આપવા પણ ભારે પડી જાય છે, આ વીડિયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે, વીડિયો ક્લિપમાં નાની બાળકી તેના પરિવારના સભ્યો સાથે પાર્કમાં સ્થાપિત ભગવાન ગણેશની મોટી મૂર્તિની મુલાકાત લેતી જોવા મળે છે. વરસાદ પડી રહ્યો છે અને નાની છોકરી રેઈનકોટ પહેરેલી જોવા મળે છે.

ગણેશજીની વિશાળ પ્રતિમાને વરસાદમાં પલળતા જોઈને પૂછ્યો સવાલ:

ભગવાન ગણેશને પ્રણામ કર્યા પછી, છોકરીને અચાનક સમજાયું કે ભગવાન ગણેશની મોટી મૂર્તિ પર રેઈન કોટ નથી અને તે વરસાદમાં સંપૂર્ણપણે ભીંજાઈ ગયા છે. તેથી, તેણે તરત જ તેના માતાપિતાને પૂછ્યું, “ભગવાન ગણેશનો રેઈનકોટ ક્યાં છે?” બાળકના સરળ પણ ચોંકાવનારા સવાલનો બાળકના માતા-પિતા પાસે કોઈ જવાબ નહોતો. તેઓ જવાબો શોધવા અને કંઈક બીજું કહીને નાની છોકરીને વિચલિત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

લોકો પણ થયા બાળકીની ક્યુટનેસના દીવાના:

આ વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે. તેને અત્યાર સુધીમાં એક લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે સાથે જ હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર પોતાના પ્રતિભાવ આપતા પણ જોવા મળી રહ્યા છે. લોકોને આ બાળકીની ક્યુટનેસ અને માસુમિયત ખુબ જ પસંદ આવી છે, સાથે જ તેને પૂછેલો પ્રશ્ન પણ લોકોને ખુબ જ ગમ્યો છે.

Niraj Patel