ફેસબુક પર યુવકને થયો પ્રેમ, ગાંધીનગર વિસ્તારમાં હોટેલમાં લગ્ન કર્યા, દુલ્હને કહ્યું મંદિરમાં માથું ટેકવવા જવું છે, પછી થયો કાંડ….

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવે છે, જેમાં લગ્ન ઇચ્છુક યુવકોને દલાલો અને યુવતિઓ દ્વારા ફસાવવામાં આવે છે અને લગ્ન થયા બાદ મોકો જોઇ દુલ્હન રોકડા અને જ્વેલરી લઇને ફરાર થઇ જાય છે.હાલમાં એક લૂંટેરી દુલ્હનના ઘટના ફરી સામે આવી છે. ફતેહપુરમાં એક કન્યા લગ્નના દિવસે જ રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી. આ અંગે વરરાજાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

પીડિતનો પરિવાર કરનાલ જિલ્લાના જુંડલા ગેટ વિસ્તારનો રહેવાસી છે અને લગ્ન માટે તે બિંદકી આવ્યો હતો. વાસ્તવમાં કરનાલના રહેવાસી પ્રમોદ અને બિંદકીની એક યુવતી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંને વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે યુવતીએ પ્રમોદ અને તેના પરિવારને લગ્ન માટે બિંદકી બોલાવ્યા. પ્રેમી યુગલે લગ્નની તમામ વિધિઓ શહેરના ગાંધીનગર વિસ્તારમાં સ્થિત એક સ્યુટમાં કરી હતી. આ પ્રસંગે બંને પરિવારો ખૂબ જ ખુશ હતા.

દુલ્હા-દુલ્હને એકબીજાને વરમાળા પહેરાવ્યા બાદ હોટલથી જતી વખતે દુલ્હને કહ્યું કે તેને કપડાં બદલીને શાહબાઝપુર સ્થિત ઘરે મંદિરમાં માથું ટેકવવા જવું છે, યુવકે દુલ્હનની વાત માની અને તેને જવા દીધી, પરંતુ યુવતીએ આ બહાને રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આ વાતથી અજાણ વરરાજા સાંજ સુધી તેની પત્નીની રાહ જોતો રહ્યો પરંતુ તે પરત ન આવતા વર પક્ષે દુલ્હનના મિત્ર અને તેના કાકાને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. વરરાજાના પરિવારજનોએ છોકરી બાજુમાં પૂછપરછ કરી, પરંતુ કોઈ સાચો જવાબ આપી શક્યું નહીં.

ઘણી પૂછપરછ બાદ જાણવા મળ્યું કે દુલ્હન બે લાખના દાગીના અને 75 હજાર રોકડા લઈને ફરાર થઈ ગઈ છે. જે બાદ પીડિત પક્ષે કોતવાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી. બિંદકી કોતવાલીના ગાંધીનગર મહોલ્લાના એક સ્વીટ હાઉસમાં દુલ્હાની માતા, ફુઆ, ફોઇ, બહેન ઉપરાત દુલ્હન પક્ષના લોકો પણ હાજર હતા. આ મામલે કોતવાલી પ્રભારીએ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે, લગ્ન બાદ છોકરી ઘરેણા લઇને ભાગી ગઇ.

Shah Jina