હજુ પણ બહારનું ખાતા હોય તો ચેતી જાઓ ! અમદાવાદમાં જૈન ગૃહઉદ્યોગના અથાણામાંથી નીકળી મરેલી ગરોળી, છેલ્લા એક મહિનાથી પરિવારને દર બે દિવસે….

ભોજન છે કે ઝેર! અથાણામાંથી ‘ગરોળી’, ઠંડાપીણામાંથી ‘કાનખજૂરો’ અને શાકમાંથી ‘વંદો’ નીકળ્યો, જુઓ તસવીર

Lizard out of pickle : આજના સમયમાં લોકો બહારની ખાણીપીણી વધુ ખાતા હોય છે. પરંતુ છેલ્લા થોડા જ દિવસોમાં ગુજરાતમાંથી એવી એવી ઘટનાઓ સામે આવી ગઈ છે જેને લઈને મોટા હોબાળા મચ્યા છે. છેલ્લા 10 જ દિવસમાં ફક્ત ગુજરાતમાંથી જ ખાવામાં, ગરોળી, દેડકા, ઉંદર, કાનખજુરો નીકળવાની ઘટનાઓ સામે આવી ગઈ છે, જેને લઈને હવે લોકો બહારનું ખાતા પહેલા પણ હહવે વિચાર કરવા લાગ્યા છે, ત્યારે હવે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં જૈન અથાણામાંથી મૃત ગરોળી મળી આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા એક પરિવારે ગત 28 મેના રોજ શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. જેના બાદ પરિવાર થોડું થોડું અથાણું ખાતો હતો. પરંતુ જયારે 27 જૂનના રોજ અથાણાંની બરણીમાં છેલ્લું અથાણું બાકી રહ્યું અને પરિવારે ખાવા માટે બહાર કાઢ્યું તો તેમાં એક નાની મૃત ગરોળી પણ નીકળી હતી. આ અથાણું સાણંદના શુભ અથાણાં ભંડાર દ્વારા બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.

પરિવાર છેલ્લા એક મહિનાથી આ અથાણું ખાઈ રહ્યો હતો અને મહિનાથી તેમને દર બે દિવસે ઝાડા ઉલ્ટીની અસર થઇ હોવાનું પણ જણાવ્યું હતું. આ બાબતે ભોગ બનનાર મહિલાએ જણાવ્યું કે અડધા ઉપર અથાણું ખાઈ ગયા બાદ જયારે રાત્રે બરણીમાંથી અથાણું કાઢ્યું તો તેમાંથી ગરોળી નીકળી હતી, પહેલા તેમને લાગ્યું કે કેરીનો ટુકડો હશે પરંતુ તપાસ કરતા માલુમ પડ્યું કે તે મૃત ગરોળી હતું. મહિલાએ કંપનીમાં ફોન કર્યો તો પણ સરખો જવાબ ના મળ્યો અને ફક્ત ડબ્બો બદલવાનું વાત કરી.

આ ઉપરાંત પણ અન્ય એક ઘટનામાં ગત 26 જૂનના રોજ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવકે ફરાળી સોડા નામની સોડાની બોટલ ખરીદી અને પીધી હતી. ત્યારે અચાનક જ તેને ઊલટી થવા લાગી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સોડાની બોટલમાં કાનખજૂરો નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સિવાય અમદાવાદમાં નરોડા વિસ્તારની પ્રખ્યાત મયુર હોટલનો વિડીયો વાયરલ પણ થયો છે. જેમાં પંજાબી શાકમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel