ઢોલ લઈને ગામમાં પડાવી દેજો સાદ, આગામી બે દિવસમાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી

આ બે દિવસ ઘરમાંથી નીકળો તો રેઇન કોટ અને છત્રી સાથે રાખજો, અંબાલાલ પટેલની વરસાદને લઈને આવી ગઈ છે આગાહી, જુઓ ક્યાં ક્યાં વિસ્તારોમાં થશે ધોધમાર

Big Prediction Rain Ambalal patel : સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે. આ વર્ષે ચોમાસુ ભલે મોડું આવ્યું પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે વરસાદનું જોર વધવાનું છે, ત્યારે આ બધા વચ્ચે હવે આગામી 2 દિવસમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે.

અંબાલાલે ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

વધુમાં તેમને એમ પણ જણાવ્યું કે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.આ ઉપરાંત  5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. આ સમય દરમ્યાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલે જણાવ્યું કે વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે. આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરાવવામાં આવી છે.

Niraj Patel