હવે ફોનનું રિચાર્જ કરવું પડી જશે મોંઘુ ! Jio અને એરટેલે વધારી દીધા પોતાના પ્લાન, જુઓ હવે કેટલાં પડશે તમારું રિચાર્જ

હવે ફોન વાપરવો થઇ જશે મોંઘો ! Jioએ 27% સુધી પ્લાનમાં કર્યો વધારો તો એરટેલે પણ 600 રૂપિયા સુધી વધાર્યા, જુઓ હવે કેટલાનું રિચાર્જ થશે ?

Jio-Airtel New Plans List : Jio અને Airtel બંને ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. Jio એ લગભગ અઢી વર્ષ પછી પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જ્યારે એરટેલે તેના પ્લાન 600 રૂપિયા મોંઘા કર્યા છે, તો Jioના પ્લાનની કિંમતોમાં 27 ટકા સુધીનો વધારો થયો છે.

બંને કંપનીઓએ 5G સેવા શરૂ કર્યા બાદ પોતાના પ્લાનમાં આ મોટો વધારો કર્યો છે. આ પહેલા પણ ટેલિકોમ કંપનીઓએ કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યો હતો, પરંતુ આ વખતે સમગ્ર પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Jio એ કિંમતમાં કેટલો વધારો કર્યો? :

Jio એ પોતાના પ્લાનની કિંમતોમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. આ પ્રસંગે, રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘નવી યોજનાઓનું લોન્ચિંગ એ 5G અને AI ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા ઉદ્યોગની નવીનતા અને વૃદ્ધિ તરફનું એક પગલું છે.’ કંપનીએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘અમર્યાદિત 5G સેવા 2GB અને તેથી વધુના તમામ પ્લાનમાં ઉપલબ્ધ હશે. નવા પ્લાનની કિંમત 3 જુલાઈ, 2024થી લાગુ થશે. આ તમામ ટચપોઇન્ટ્સ અને ચેનલો પરથી ઍક્સેસિબલ હશે.

એરટેલના ભાવમાં કેટલો વધારો ? :

Jioની સાથે એરટેલે પણ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં વધુ સારો ટેલિકોમ બિઝનેસ ચલાવવા માટે કંપનીનું ARPU 300 રૂપિયાથી વધુ હોવું જોઈએ. ARPU એટલે કે સરેરાશ આવક એ વપરાશકર્તાઓ અને ઉપભોક્તાઓની સરેરાશ કમાણી છે. કંપનીનું કહેવું છે કે તેણે પ્લાનની કિંમતોમાં થયેલા વધારાને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કર્યો છે. એન્ટ્રી લેવલ પ્લાનની કિંમતોમાં દરરોજ 70 પૈસાથી ઓછો વધારો કરવામાં આવ્યો છે.

Niraj Patel