ઓફિસમાં અચાનક ઘુસી ગઈ મોટી ઘો, કર્મચારીઓના જીવ ચોંટી ગયા તાળવે, હિંમત હોય તો જ જોજો વીડિયો

કર્મચારીઓ ઓફિસમાં કરી રહ્યા હતા કામ, ત્યારે જ અંદર ઘુસી ગઈ વિશાળ કાય ગરોળી, મચી ગઈ ઉથલ પાથલ, જુઓ વીડિયો

Lizard Entering In Office : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઓફિસની અંદર એક મોટી ઘો આવી જતા હડકંપ મચી જાય છે.

જરા વિચારો કે જો તમે ઓફિસમાં કોઈ કામમાં વ્યસ્ત હોવ અને પછી એક ગરોળી બહાર આવે, તે પણ નાની નહિ વિશાળ ગરોળી, તો તમારી પ્રતિક્રિયા શું હશે. નક્કી છે કે તમારા હોશ પણ ઉડી જવાના છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને યુઝર્સના પણ ડરના માર્યા રૂંવાડા ઉભા થઇ રહ્યા છે.

આ વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઓફિસમાં કેટલાક લોકો ખુરશી પર ચડતા જોવા મળે છે. આ દરમિયાન તેમના ચહેરા પર એક અલગ જ ડર જોવા મળી રહ્યો છે. હહકીક્તમાં તેમની સામે એક મોટી ગરોળી આવે છે, જેને જોઈને તેમને ડર લાગે છે. દરમિયાન, કેટલાક લોકો ઝડપથી ટેબલ પર ઉભા થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગરોળી ક્યાં અંદર જઈ રહી છે. જ્યારે સ્ટાફ બહાર દોડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by FailArmy (@failarmy)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર failarmy નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે 28 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવેલા આ વીડિયોને 31 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel