નાની બાળકી અચાનક જ રમતા રમતા સ્વિમિંગ પુલની અંદર જઈને પડી ગઈ, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો થયો વાયરલ

નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે અને તે એટલા માસુમ હોય છે કે તેમના દ્વારા કરવામાં આવેલી કોઈ ખરાબ હરકત ઉપર પણ આપણને પ્રેમ આવી જતો હોય છે. પરંતુ બાળકોની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી હોય છે. ઘણીવાર બાળકો એવી હરકતો પણ કરે છે જેના દ્વારા તેમના જીવ પણ જોખમમાં મુકાઈ જતા હોય છે.

હાલ સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે દરેક માતા-પિતા માટે એક બોધ સમાન છે. વીડિયોમાં એક છોકરી ઘરની બહાર નીકળીને સ્વિમિંગ પૂલમાં પડી જાય છે. આ પછી જે કંઈ થાય છે તે વધુ આશ્ચર્યજનક છે. આ વીડિયો જોઈને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની છોકરી ઘરની બહાર નીકળીને સ્વિમિંગ પૂલ પાસે આવે છે. પણ બીજી જ ક્ષણે જે કંઈ થાય છે, તેને જોઈને કોઈનું પણ દિલ ડરી જાય. જેવી તે સ્વિમિંગ પૂલ પાસે પહોંચે છે, છોકરી તેમાં નીચે ઉતરી જાય છે અને રડવા લાગે છે. બીજી તરફ, છોકરીના પડવાનો અવાજ સાંભળીને, પિતા સ્વિમિંગ પૂલ તરફ દોડે છે અને તરત જ કૂદીને છોકરીને પોતાના ખોળામાં ઉપાડે છે. સદભાગ્યે છોકરીને કંઈ થયું નથી,  પરંતુ આ દૃશ્ય ખુબ જ ડરામણું બની જાય છે.

આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો બાળકીના માતા-પિતા પર ગુસ્સે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘આ બેજવાબદાર પ્રેન્ટ્સ છે. ભગવાનનો આભાર કે છોકરી સાથે કોઈ અપ્રિય ઘટના બની નથી.’તો એક અન્ય યુઝર્સ કહે છે, ‘જો બાળકો સ્વિમિંગ પૂલની આસપાસ હોય તો માતા-પિતાએ બેધ્યાન ન થવું જોઈએ. તમારી નજર હંમેશા બાળકો પર હોવી જોઈએ.’ એકંદરે, આ વીડિયો એક રીતે માતા-પિતા માટે પાઠ સમાન છે.

Niraj Patel