લીમખેડામાં સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહી હતી વિધાર્થિનીઓ, રસ્તામાં કાળ બનીને આવ્યો ટ્રક, બંનેનું ઘટના સ્થળે કરુણ મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના મોત પણ નિપજતા હોય છે, હાલ એવા જ એક દુઃખદ અકસ્માતની ઘટના દાહોદના લીમખેડામાંથી સામે આવી છે, જ્યાં એક ટ્રક ચાલકે સ્કૂલેથી પોતાના ઘર તરફ જઈ રહેલી બે વિધાર્થીનીઓને અડફેટે લેતા તેમના મોત થયા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર લોમખેડામાં રહેતી અને તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આભ્યાસ કરનાર બે વિધાર્થિનીઓ 16 વર્ષીય મહેક ઉર્ફે મોનુ સતિષભાઈ લખારા અને 15 વર્ષીય હિમાંશી લલિતભાઈ શર્મા ગત ગુરુવારના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ શાળામાંથી ઘર તરફ ચાલીને જઈ રહી હતી.

આ દરમિયાન જ હાથીધરામાં પુરપાટ ઝડપે બેફિકરાઈથી ટ્રક હંકારી રહેલા એક ટ્રક ચાલકે બંને વિધાર્થીનીઓને અડફેટમાં લીધા હતા આ ઉપરાંત એક બાઇકને પણ અડફેટમાં લીધી, જેના બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળે મૂકીને જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ દુઃખદ ઘટનાની અંદર બંને વિધાર્થિનીઓ ઉપર ટ્રકનું ટાયર ફરી વળવાના કારણે ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યા હતા.

આ ઉપરાંત ટ્રક ચાલકે જે બાઈક સવારને અડફેટમાં લીધા હતા તે પૈકી રાકેશ પ્રકાશ ચંદ્ર બાગડી થતા બાઈકની પાછળ બેઠેલા તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થી અંકિતકુમાર સંઘવીને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી,તેમજ મૃતક વિધાર્થીનીઓન પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. આ ઘટનાને લઈને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel