લાઇવ મેચ દરમિયાન ખેલાડીના માથા પર પડી વીજળી, મેદાન પર જ થયુ મોત- જુઓ વીડિયો

લાઇવ મેચમાં ફૂટબોલ પ્લેયરના માથા પર પડી વીજળી, ખૌફનાક અકસ્માત- વીડિયો હ્રદય ધ્રુજી જશે

સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ એક એવો વીડિયો છે જે દરેકના હોંશ ઉડાવી દેશે. ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતા એક ખેલાડીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં અચાનક ખેલાડીના માથા પર વીજળી પડી અને તે મેદાન પર જ પડી ગયો. આ અકસ્માતે મેદાન પર હાજર ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. આટલું જ નહીં, આ ઘટનાનો વીડિયો પણ કેમેરામાં રેકોર્ડ થઇ ગયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

લાઇવ ફૂટબોલ મેચ દરમિયાન પડી વીજળી

આ ઘટના 10 ફેબ્રુઆરીના રોજ બની હતી, જ્યારે ઈન્ડોનેશિયાના બાન્ડુંગમાં સિલિવાંગી સ્ટેડિયમમાં બે લોકલ ક્લબ્સ વચ્ચે ફૂટબોલ મેચ ચાલી રહી હતી. મેચ શરૂ થયાને માંડ 15 મિનિટ થઈ હતી, જ્યારે હવામાન ખરાબ થવા લાગ્યું. વરસાદ ન પડ્યો હોવા છતાં પણ આકાશ વાદળછાયું થવા લાગ્યું અને પછી પહેલીવાર વીજળી પડી તે સમયે કોઈ અકસ્માત થયો નહિ. જો કે, બીજી જ સેકન્ડમાં બીજી વખત વીજળી ચમકી અને એક ખેલાડીનો ભાગ લીધો.

આ પહેલા પણ સામે આવી ચૂકયો છે આવો કિસ્સો 

રિપોર્ટ્સ અનુસાર, 30 વર્ષીય ખેલાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગયો અને લોકો પણ વીડિયો જોઇ ખૌફમાં આવી ગયા. જણાવી દઇએ કે, ઇન્ડોનેશિયામાં ખેલાડી પર વીજળી પડવાનો આ પહેલો કિસ્સો નથી, આ પહેલા વર્ષ 2023માં એક ટૂર્નામેન્ટ દરમિયાન આવી કેટલીક ઘટનાઓ બની હતી, જેમાં એક ખેલાડી બચી ગયો હતો પરંતુ બીજી મેચમાં એક ખેલાડીનું મોત થઇ ગયું હતું.

Shah Jina