ગાડીમાં બેસીને વીડિયો બનાવી રહ્યા હતા કેટલાક લોકો, સામે દીવાલ ઉપર ચાલી રહ્યો હતો દીપડો, અચાનક એક વ્યક્તિએ તેને છંછેડ્યો

સોશિયલ મીડિયા ઉપર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો એવા હોય છે જે હેરાન કરી દેતા હોય છે, ખાસ કરીને પ્રાણીઓના વીડિયો. ઘણીવાર જંગલના પ્રાણીઓ જાહેર રસ્તા ઉપર પણ જોવા મળતા હોય છે અને ઘણીવાર તે કેમેરામાં પણ કેદ થઇ જતા હોય છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયો એક દીપડાનો છે. દીપડો એક એવું જંગલી પ્રાણી છે, જે તમારી સામે હોવા છતાં પણ તમે તેને જોઈ શકતા નથી. આ જંગલી પ્રાણીની ખાસિયત છે. જે ઝડપે તે શિકારને પકડે છે, તે શિકારને પોતે ક્યારે શિકાર બની ગયો છે તેની ખબર જ નથી પડતી. દીપડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં દીપડો તારથી બચીને એવી રીતે ભાગી રહ્યો છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે.

કેટલાક લોકોએ પોતાની કારમાંથી આ વીડિયો શૂટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે દીવાલ પર બિછાવેલા લોખંડના તારમાંથી દીપડો કેવી રીતે ખૂબ જ આરામથી ભાગી રહ્યો છે. કારમાં બેઠેલા કેટલાક લોકો અરીસો ખોલવાની વાત કરે છે તો કેટલાક ગભરાતા જોવા મળે છે. જો કે, વચ્ચેથી એક માણસનો અવાજ પણ સંભળાય છે જે દીપડાને હેરાન કરવાનો પ્રયાસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by طبیعت (@nature27_12)

દરમિયાન દીપડો એક દરવાજો ઓળંગીને અટકી જાય છે. તે ઉભો રહે છે અને તેમની તરફ જુએ છે, કારના લોકો પછી કાચ બંધ કરે છે.સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યાંનો છે અને કયારે શૂટ કરવામાં આવ્યો છે તે અંગેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel