તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળી ગોકુલધામ સોસાયટીમાં આવ્યો દીપડો? CCTV ફૂટેજ જોઈને લોકોના શ્વાસ પણ થઇ ગયા અઘ્ધર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ બરોજ ઘણી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, અને તેમાં પણ ઘણા વીડિયો એવા હોય છે જે લોકોને પણ હેરાન કરી દે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો તારક મહેતામાં જે સોસાયટી “ગોકુલધામ”નો ઉલ્લેખ કરવામાં આવે છે એ નામની સોસાયટીનો સામે આવ્યો છે અને આ વીડિયોએ લોકોના શ્વાસ અઘ્ધર કરી દીધા છે.

આ મામલો છે મુંબઈના ગોરેગાંવ સ્થિત ગોકુલધામ સોસાયટીનો. જ્યાં એક દીપડો ફરી રહ્યો છે. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેને જોયા બાદ સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સોસાયટીમાં દીપડો ફરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીપડો સોસાયટીના ગેટની આગળ ફરી રહ્યો છે, રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા વાહનને જોતા જ દીપડો ગેટની સામે જ ઝૂકીને બેસી પણ જાય છે અને થોડીવાર બાદ પાછો ઉભો થઈને તે અંધારા વાળી જગ્યા ઉપર ચાલ્યો જાય છે, તો અન્ય એક વીડિયોની અંદર ગેટની સામે દીપડો જોવા મળે છે.

આરે કોલોની અને ફિલ્મ સીટીથી ઘેરાયેલું ગોરેગાંવ ઇસ્ટમાં રખડતા કુતરાના શિકાર કરવા જંગલી જાનવર અવાર નવાર આવતા રહે છે. મોટાભાગે તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડા કેદ થતો જોવા મળે છે. આ વિસ્તારમાં દીપડાનું દેખાવવું સામાન્ય વાત બની ગઈ છે.

Niraj Patel