દીપડાએ ગામમાં મચાવી દીધો આતંક, રેસ્ક્યુ કરવા ગયા વન કર્મીઓ તો તેમના પર જ કરી દીધો હુમલો, જુઓ શોકિંગ વીડિયો

અચાનક દીપડાએ ગામમાં કર્યો હુમલો, 2 મહિલા સમેત વન વિભાગના 3 કર્મચારીઓને પણ પહોંચી ઈજાઓ, ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે

Leopard attack on rescue team : જંગલની આસપાસના વિસ્તારોમાં ઘણીવાર જંગલી પ્રાણીઓ પણ ઘુસી જતા હોય છે અને જાનમાલને ઘણું નુકશાન પણ પહોચવતા હોય છે, તેમાં પણ જો દીપડો ગામમાં ઘુસી આવે તો લોકો પોતાનો જીવ બચાવીને ભાગતા હોય છે અને રેસ્ક્યુ ટીમને જાણ પણ કરતા હોય છે. આવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે જેમાં દીપડાએ આતંક મચાવ્યો હશે, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રેસ્ક્યુ ટીમના કર્મચારી  પર જ દીપડો હુમલો કરી દે છે.

કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના એક ગામમાં વન વિભાગના અધિકારીએ બહાદુરીપૂર્વક એક દીપડાનો સામનો કર્યો. ગત બુધવારે બનેલી આ ઘટનામાં અધિકારીએ માત્ર લાકડી વડે દીપડાને પકડ્યો હતો. દીપડાએ પણ તેમના પર ઝપાઝપી કરી, પરંતુ અધિકારીએ તેને પોતાના હાથે કાબુમાં લીધો. આ ઘટનાનો 50 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં અધિકારી તેના ખુલ્લા હાથે દીપડાને પકડવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.

દીપડો થોડા અંતરે જ રહે છે, પરંતુ જેવો અધિકારી લાકડી ઉપાડવા વાળે છે કે તરત જ દીપડો તેના પર ત્રાટકી અને તેનો હાથ તેના મોંમાં દબાવી દે છે. વન વિભાગના એક દબંગઅધિકારી દીપડા સાથે લડતા જોઈ શકાય છે. સારી વાત એ છે કે ત્યાં હાજર ગ્રામજનો અને અન્ય વન વિભાગના લોકો પણ તેની મદદ માટે દોડી આવ્યા હતા અને દીપડાને પાછળથી લાકડીઓ વડે માર્યો હતો. આખરે, તે વ્યક્તિને દીપડાની પકડમાંથી પોતાનો હાથ છોડાવી આપી દીપડા પર કાબુ મેળવ્યો. ગ્રામજનોની મદદથી જંગલી પ્રાણીને જીવતું પકડીને તેને બેભાન કરવા માટે દવા આપવામાં આવી.

આ ઘટના ગાંદરબલના ફતેહપોરા ગામમાં બની હતી, જ્યાં ગ્રામજનોએ દીપડાને વિસ્તારમાં ફરતો જોયો હતો. તેઓએ તરત જ વન વિભાગના અધિકારીઓને જાણ કરી, જેમણે ઝડપી કાર્યવાહી કરી અને પ્રાણીને બચાવવા માટે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. આ બચાવ કામગીરી દરમિયાન દીપડાએ હુમલો કરીને પાંચ લોકોને ઘાયલ કર્યા હતા, જેમાં બે મહિલા અને ત્રણ વન વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

Niraj Patel