આ રાશિના જાતકો પર વર્ષ 2021માં રહેશે શનિની સાડાસાતી

જે લોકોની કુંડલીમાં શનિ દોષ હોય છે તો તેમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારના દિવસે શનિ દેવની આરાધના કરવી જોઇએ. આવું કરવાથી તમને નસીબનો સાથ મળે છે. આ સાથે જ તમારી તરક્કી પણ થશે.

જયોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે પુણ્ય અને પાપને આધારે ફળ આપે છે. તેમને ગુસ્સાવાળા ગ્રહ માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં શનિ દેવને કર્મના દેવતા જણાવવામાં આવ્યા છે. માન્યતા અનુસાર, શનિ દેવ ભક્તોના કામનું ફળ જરૂર આપે છે. જો તમે શનિ દેવને પ્રસન્ન કરો છો તો, તમારી કુંડલીમાંથી દોષ દૂર થાય છે. આ ઉપાયમાં માતા-પિતાનું સમ્માન કરવું, તેમની સેવા કરવી જેવા અનેક સામેલ છે. તો હવે આપણે જાણીએ શનિ દોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો.

Image source

જાણો શનિ દોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાય

દર શનિવારે શનિવારનું વ્રત રાખવું જોઇએ અને શનિદેવના મંદિરે જઇ તેલ ચઢાવવું જોઇએ. શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. આનાથી બજરંગ બલીની કૃપા તમારા પર રહે. શનિ દેવનો પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે ભૈરવ સાધના કે કોઇ સિદ્ધ મંત્રનો જાપ કરવો જોઇએ. આવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. કુંડલીમાં રહેલા ઉગ્ર શનિ ગ્રહને શાંત કરવા માટે કોઇ નદીમાં લવા કિલો કાળી અડદની દાળને પ્રવાહિત કરવી જોઇએ. આ દરમિયાન શનિ દેવનું ધ્યાન કરવું જોઇએ. આવું કરવાથી તમારા બગડેલા કામ સારા થવા લાગશે. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરવું જોઇએ અને શનિવારના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવો જોઇએ.

Shah Jina