માતાને ગુમાવવાનું દુઃખ વિશ્વનું સૌથી મોટું દુઃખ છે, અમિત શાહ, રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપતા જુઓ શું શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું હતું. 100 વર્ષની વયે હીરાબાએ અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ હીરાબા માટે ટ્વિટર પર લખ્યું, ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે.

જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે. જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહશે કે, બુદ્ધિથી કામ કરો અને જીવનને પવિત્રતાથી જીવો. માતાના નિધનના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ જવા રવાના થયા હતા. તેમણે માતાની અર્થીને કાંધ આપી હતી અને અંતિમ વિદાય પણ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીના નિધન બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. જ્યાં હજારો લોકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે ત્યાં ઘણા મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યુ કે વડાપ્રધાન મોદીના આદરણીય માતાજી હીરાબાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે. આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પરિવારને મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે એક પુત્ર માટે મા આખી દુનિયા છે. માતાનું અવસાન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આદરણીય માતાનું અવસાન ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ! ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Shah Jina