બાળપણમાં છૂટ્યો પિતાનો સાથ તો માં એ બનાવી આત્મનિર્ભર, 100 વર્ષની ઉંમરમાં પણ બાળકોને ભણાવી રહી છે આ મહિલા
એક શિક્ષકનો ઉદ્દેશ્ય પોતાના વિદ્યાર્થીઓને હંમેશા સાચી રાહ પર લઇ જવાનો હોય છે.જો કે તમે શિક્ષકોના જુનૂનના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. આજના સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ધોતી-કુર્તો પહેરેલા માસ્ટરજી જોવા મળે છે. જો કે આજના સમયમાં ઘણા શિક્ષકોએ ટીચિંગને પોતાનો ધંધો બનાવી લીધો છે. જો કે ઘણા શિક્ષકો એવા પણ છે જેમણે પોતાના વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે કામના કરી છે. એવી જ એક મહિલા શિક્ષક વિશે અમે તમને આજે જણાવીશું જે દરેક માટે પ્રેરણા બની ચુકી છે.
અહીં વાત થઇ રહી છે તમિલનાડુના ઉડુમાલપેટની રહેનારી લક્ષ્મીની. વર્ષ 1981માં લક્ષ્મી ટીચરના પદ પરથી રીટાયર્ડ થઇ ચુક્યા છે અને તે 100 વર્ષના થઇ ચુક્યા છે, મોટાભાગે રિટાયરમેન્ટ પછી લોકો હળવાશની પળો માણતા હોય છે જ્યારે લક્ષ્મી રીટાયર્ડ થયા પછી આ ઉંમરે પણ બાળકોને ભણાવી રહ્યા છે. રોજ સવારે બાલકૃષ્ણ સ્ટ્રીટ ગાંધીનગર સ્થિત તેમના ઘરે બાળકો જમા થાય છે અને લક્ષ્મી તેમને ભણાવે છે. લક્ષ્મીના ભણાવવાના જૂનુનની આગળ તેમની વધતી ઉંમરે પણ હાર ન માની.
લક્ષ્મીનો જન્મ વર્ષ 1923માં થયો હતો.વર્ષ 1942માં તેમણે શારદા વિદ્યાલય સ્કૂલમાં ટીચિંગ કેરિયરની શરૂઆત કરી હતી. 1949માં લગ્ન કર્યા હતા અને તેમના પતિ પણ એક શિક્ષિક હતા. વર્ષ 1981માં 81 વર્ષના ટીચિંગ અનુભવ પછી લક્ષ્મી રીટાયર થયા હોવા છતાં પણ આજે બાળકોને ભણાવી રહ્યા છે.લક્ષ્મી 8માં ધોરણ સુધીના બાળકોને દરેક વિષય ભણાવે છે પણ હિન્દી વિષય સાથે તેમને ખાસ લગાવ છે.આજે પણ ઘણા વિદ્યાર્થીઓ હિન્દી વિષયમાં સારા માર્કસ મેળવવા માટે લક્ષ્મીની મદદ લે છે.
જો કે લક્ષ્મીનું જીવન આસાન ન હતું. લક્ષ્મી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયું હતું. એવામાં લક્ષ્મીની માતાએ એકલા જ તેને ઉછેરીને મોટી કરી હતી. લક્ષ્મીની માં એ હંમેશા તેને સાચા રસ્તા પર ચાલવાનું શીખડાવ્યુ હતું. માતાના જ કહેવા પર લક્ષ્મીએ ખુબ અભ્યાસ કર્યો અને ટીચરની નોકરી મેળવી હતી. આજે લક્ષ્મી સતત થાક્યા વગર ભણાવવાનું કામ કરી રહી છે. લક્ષ્મીના દીકરા શંકરે જણાવ્યું કે આજે તેની પાસે 20 જેટલા બાળકો ભણવા માટે આવે છે.
આ ઉંમરે બાળકોને ભણાવવું જો કે લક્ષ્મી માટે આસાન નથી. દીકરા શંકરે જણાવ્યું કે વર્ષ 2017માં લક્ષ્મીના એક કાનથી સાંભળવાની ક્ષમતા રહી ન હતી. એવામાં પણ તે બાળકો પર વદારે ધ્યાન આપે છે. લક્ષ્મી બાળકોના હોઠને પારખી લે છે અને અને ભૂલ થવા પર તેને ઠીક પણ કરે છે.લક્ષ્મી માટે બાળકોને ભણાવવું એક મેડિટેશન સમાન છે. બાળકોને ભણાવવાથી લક્ષ્મીના મનને ખુબ શાંતિ મળે છે.