ગ્રીષ્મા હત્યા કેસ: એપ્રિલ મહિનાના પહેલા જ દિવસે સરકારી વકીલે એવી દલીલો કરી કે સાંભળીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, જુઓ

ગત મહિનાની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં છડેચોક માસુમ ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી નાખવામાં આવી હતી, હત્યારો ફેનિલ ગોયાણી પણ પોલીસની ધરપકડમાં છે અને તેને સજા મળે તે માટે થઈને કોર્ટમાં ઝડપી ગતિએ સુનવણી પણ ચાલી રહી છે, ત્યારે આજે પણ ગ્રીષ્માનો કેસ લડી રહેલા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી.

છેલ્લા ત્રણ દિવસથી સરકારી વકીલ નયન સુખડવાલા ધારદાર દલીલો કરી રહ્યા છે ત્યારે આજે પણ તેમને સતત ત્રીજા દિવસે ધારદાર દલીલો કરી હતી અને જણાવ્યું હતું કે આરોપી પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સંબંધ હતા તેનું સરકાર પક્ષ ખંડન કરે છે, જો પ્રેમ સંબંધ હોય તો આખું ખાનદાન સાફ કરી નાખવાની ભાવના પ્રેમમાં ક્યારેય ના હોય.

આ ઉપરાંત સરકાર પક્ષના વકીલ દ્વારા ગ્રીષ્મા અને ફેનીલનાં ફોટા પણ ઓરીજનલ છે કે નહિ તેની કોઈ ગેરેન્ટી ના હોવાની દલીલ કરી હતી. તેમેં જણાવ્યું કે બંનેના સાથે ફોટો હોવા તે માત્ર પ્રેમ હોય તેવું સાબિત ના થાય. આજના સમયમાં છોકરા અને છોકરીના સાથે ફોટો હોય તેને પ્રેમ હોય એવું માની ના શકાય, આ કેસની અંદર બંનેના ફોટો છે એવું પુરવાર થયું નથી.

સરકાર પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “પ્રેમ એ ત્યાગ અને બલિદાનનો વિષય છે અને કોઈની બલિ લેવાનો વિષય નથી. કારણ કે પ્રેમમાં ત્યાગની ભાવના હોવી જોઈએ ના કે આખું ખાનદાન સાફ કરી નાખવાની. જેથી પ્રેમની વાતને માની શકાય તેમ નથી. રજૂ કરાયેલા ફોટાઓ સાથે પણ ચેડાં થયેલા હોવાની પુરી શક્યતાઓ છે.

આ ઉપરાંત તેમને એમ પણ જણવ્યું કે જો બંનેના ફોટો હતા તો તપાસ દરમિયાન આરોપીએ કેમ ના આપ્યા, ફોટો પાછળથી ઉભા કર્યા હોવાની શક્યતા પણ છે. આ બધી દલીલો બાદ સરકાર પક્ષના વકીલે પોતાની દલીલો પૂર્ણ કરી હતી, હવે આવતી કાલથી બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલો રજૂ કરવામાં આવશે.

Niraj Patel