6 મહિના પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ પોતે જ ટ્રાફિક નિયમોનું પાલન કરતી ન હોવાનું રાજ્યના DGPવિકાસ સહાયને ધ્યાને આવતા તેમણે પોલીસ માટે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે.
જેમાં પોલીસે પણ ફરજીયાત ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડશે તેમ પોલીસ કર્મીઓની ગાડીઓ પર કાળા કાચ અને પોલીસ લખેલા લખાણ દૂર કરવા સૂચના આપી હતી. જે અંગેનો પરિપત્ર બહાર પાડ્યાના 24 કલાકમાં જ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સુરતમાં આજે બપોરે રવિવારે એડવોકેટ મેહુલ બોઘરાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થઇ છે. તેમાં પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં પોલીસકર્મીની બ્લેક કાચ, નંબર પ્લેટ વગરની કાર સામે બોલતા વિવાદ વધ્યો હતો અને ઘર્ષણ થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘટના બનતા લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. જેમાં મેહુલ બોઘરાએ જણાવ્યું છે કે ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં કાર્યવાહી ન કરી
અને આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સુરતમાં આજે ફરી એક વાર એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની બ્લેક કાચ અને અને વિના નંબર પ્લેટવાળી કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. મેહુલ બોઘરા કાર ચેક કરવા ગયા અને માથાકૂટ થઇ હતી.
મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની બ્લેક કાચ અને વિના નંબર પ્લેટવાળી કારનો વીડિયો લાઈવ કર્યો છે. આ આખી મેટર સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. સુરતના ફેમસ એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે.
View this post on Instagram
તેમાં મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે સામસામે બોલાચાલી થઇ હતી. મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં તેમના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો હતો. આ આખો મામલો પુણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે.
મેહુલ બોઘરાએ આ મામલે કહ્યું છે કે આ સિસ્ટમની નફ્ફટાઈ જોવો, પથ્થર લઈને મેહુલ બોઘરા પર તૂટી પડ્યા, લોકો બચવા આવ્યા તો એને પર પણ તૂટી પડ્યા
View this post on Instagram