દીકરાએ માતાને માર્યો એવો લાફો કે જમીન પર પડતા જ થઇ મોત, જુઓ વીડિયો

કળિયુગનો બેરહેમ દીકરો: સગી માતાને ઝીંકી દીધી થપ્પડ અને માં મૃત્યુ પામી પછી જે થયું

પાર્કિંગને લઇને થયેલ ઝઘડામાં ગુસ્સામાં દીકરાએ તેની વૃદ્ધ માતાને એટલો જોરથી લાફો માર્યો કે, તે જમીન પર પડી અને બાદમાં સારવાર દરમિયાન જ દમ તોડી દીધો. દ્રારકા ડીસીપીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

દુનિયામાં માતાને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેમના પગમાં જન્નતની વાત તો બધાએ સાંભળી જ હશે. પરંતુ એવુ કયુ બાળક હશે જે તેની માતાની મોતનું કારણ બને. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક કળયુગી દીકરાએ તેની માતાને એટલો જોરથી લાફો માર્યો કે તેની મોત થઇ ગઇ.

રાજસ્થાની દિલ્હીના દ્રારકામાં એક કળયુગી દીકરાએ તેની વૃદ્ધ માતાને લાફો માર્યો અને તેમની તે બાદ મોત થઇ ગઇ. દીકરાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

વીડિયો સામે આવ્યા બાદ પોલિસે આઇપીસી કલમ 304 મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ગયા સોમવારની છે, બપોરના 12 વાગ્યે દિલ્હી પોલિસની પીસીઆરને બિંદાપુર વિસ્તારથી ઝઘડાની સૂચના મળી. સૂચના મળ્યા બાદ બિંદાપુર પોલિસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી. પોલિસને ફોન કરનાર 38 વર્ષિય મહિલાએ જણાવ્યુ કે, ગ્રાઉંડ ફ્લોર પર રહેનાર મહિલા સાથે પાર્કિંગને લઇને થોડી ચર્ચા થઇ હતી અને તે બાદ અમે મામલાને સંભાળી લીધો હતો.

આ મહિલાએ પોલિસને જણાવ્યુ કે, મામલો આગળ ન વધ્યો. મહિલાની વાત સાંભળીને પોલિસ ટીમ સ્થળ પરથી જતી રહી. તે બાદ એક વીડિયો સામે આવ્યો જેમાં 76 વર્ષિય મહિલા તેના 46 વર્ષિય પુત્ર રણવીર અને વહુ સાથે ઊભી હતી.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે, માતા અને દીકરાનો પાર્કિંગને લઇને વિવાદ થયો અને આ દરમિયાન રણવીરે તેની માતાને જોરથી લાફો માર્યો અને તે જમીન પર પડી ગઇ. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે, માતાના જમીન પર પડ્યા બાદ રણવીરે તેને ઉઠાવી પણ નહિ.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. વીડિયો સામે આવ્યા બાદ બિંદાપુર પોલિસે મૃતકના દીકરા રણવીર વિરૂદ્ધ આઇપીસી કલમ 304 મુજબ કેસ દાખલ કર્યો છે. જાણકારી અનુસાર, પોલિસે રણવીરની ધરપકડ કરી લીધી છે.

જુઓ વીડિયો :-

Shah Jina