રસ્તા પર મહિલાની ગુંડાગર્દી : 90 સેકન્ડમાં મહિલાએ રિક્શા ચાલકને જડ્યા 17 થપ્પડ, મોબાઇલ અને પૈસા પણ છીનવી લીધા, વીડિયો વાયરલ

નોઈડામાં મહિલાએ ગરીબ રિક્ષાવાળાને ધડાધડ લાફા ઠોકવા લાગી મહિલા, મગજનો બાટલો ફાટ્યો અને 17 થપ્પડ ઝીંકી દીધી

ઘણીવાર સમગ્ર દેશમાંથી મહિલાઓના કોઇ રાહદારી કે પછી કોઇ રિક્ષાચાલકને માર મારતા વીડિયો સામે આવે છે. હાલમાં ઉત્તર પ્રદેશના નોઈડામાંથી આવો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ ઈ-રિક્ષાચાલકને નિર્દયતાથી માર માર્યો કારણ કે તેની રિક્ષા મહિલાની કારને સ્પર્શી હતી. ગુસ્સે ભરાયેલી મહિલાએ ઈ-રિક્ષા ચાલકને રોક્યો અને પછી શર્ટ પકડીને તેને કારની નજીક લઈ આવી અને પછી તેને થપ્પડ મારતી રહી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ 90 સેકન્ડની અંદર ઈ-રિક્ષાચાલકને ખુલ્લેઆમ 17 વાર થપ્પડ મારી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા. પરંતુ કોઈએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. મહિલાએ પીડિત પાસેથી પૈસા અને મોબાઈલ પણ છીનવી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો 13 ઓગસ્ટનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગુસ્સે થયેલી મહિલા કારમાંથી નીચે ઉતરી અને ઈ-રિક્ષા ચાલકને રોક્યો, પછી તેનો કોલર પકડીને તેની કારમાં લઈ ગઇ અને તેને માર માર્યો.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. DCP સેન્ટ્રલ નોઈડાએ એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, “ઈ-રિક્ષા ચાલકની ફરિયાદના આધારે નોઈડા પોલીસ સ્ટેશન ફેઝ 2 માં FIR નોંધવામાં આવી છે અને મહિલાને પણ લાવવામાં આવી છે. અહીં વધુ તપાસ ચાલી રહી છે.” આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ મહિલા પોતાને ડોન માની રહી છે.”

એક અન્ય યુઝરે લખ્યું, “ક્યાં છે મીડિયા? જો આવા પુરુષે મહિલાની હત્યા કરી હોત તો IPC કલમ 354 લગાવી હોત. જ્યારે મહિલાની હત્યા થાય છે ત્યારે કેમ કંઈ થતું નથી.” ભૂતકાળમાં રસ્તા પર મારપીટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગત વર્ષે યુપીની રાજધાની લખનઉમાં એક યુવતી દ્વારા કેબ ડ્રાઈવરને થપ્પડ મારતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જણાવી દઇએ કે, મીડિયાના કેટલાક અહેવાલ અનુસાર, ઈ-રિક્ષા ચાલકને આ રીતે થપ્પડ મારનાર મહિલા ભાજપ મહિલા મોરચાની સભ્ય છે.

Shah Jina