લો ભાઈ…આવી ગયુ લાડવા બનાવવાનું ઓટોમેટિક મશીન, હાથ લગાવ્યા વગર જ લાડવા થઇ જશે રેડી, જુઓ

લડ્ડુ બનાવવા માટે હવે નહિ કરવો પડે હાથનો ઉપયોગ, ઓટોમેટિક મશીનમાં એકસાથે બની જશે અનેક લાડુઓ

જ્યારે પણ કોઇ ખુશીનો મોકો હોય તો લોકો સ્વીટમાં લડ્ડુ ખાવાનું વધારે પસંદ કરે છે. તહેવાર હોય કે પૂજા, મિઠાઇમાં લડ્ડુ જ રાજા હોય છે. પરંતુ ઘણીવાર લડ્ડુ બનાવવાની મહેનતની મજા ખરાબ થઇ જાય છે. જો તમારી પણ સાથે આવું થયુ છે તો પરેશાન ના થાવ. ઇન્સ્ટાગ્રામ પર મોતીચૂર લડ્ડુ બનાવવાનો એક રસ્તો મળી ગયો છે.

ખાસ વાત એ છે કે હાથથી લડ્ડુ બનાવવાની જરૂરત જ નથી. જી હાં, એકદમ બરાબર વાંચ્યુ તમે. અમૃતસરની એક દુકાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેને 1.5 મિલિયન કરતા પણ વધારે વ્યુઝ મળ્યા છે. વીડિયોમાં હાથના ઉપયોગ વગર ગોળ લડ્ડુ કેવી રીતે બને છે તે બતાવવામાં આવ્યુ છે.

આ વીડિયોને શેર કરતા ફૂડ પેજે લખ્યુ છે- ભારતની સૌથી સાફ સુથરી મિઠાઇની દુકાન.આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સેંકડો યુઝર્સ કમેન્ટ કરી પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક લોકો સફાઇની તારીફ કરી રહ્યા છે તો કેટલાક લડ્ડુ જોઇ ભીમને યાદ કરી રહ્યા છે.

એકે લખ્યુ- વાહ, મારી ફેવરેટ મિઠાઇઓમાંની એક. તો એકે લખ્યુ- હાઇટેક રીતે લડ્ડુ બનાવતા પહેલીવાર જોયુ અને એ પણ ગોળ. જ્યારે અન્ય એકે લખ્યુ- આ તો કમાલ થઇ ગયુ.

Shah Jina