Source: લાભ પાંચમના દિવસ દરમિયાન આ સમયે રહેશે શુભ મુહૂર્ત, જાણી લો તમે….
Labh Pancham Shubh Muhurat 2023 :દિવાળીનો તહેવાર આવતા જ પૂજા અને શુભ કાર્યોની શરૂઆત થઇ જાય છે. વાઘબારશથી લઈને છેક લાભ પંચમ સુધી લોકો પોતાના ઘરે અલગ અલગ પ્રકારના શુભ કાર્યો કરાવતા હોય છે. ત્યારે આપણા હિન્દૂ ધર્મમાં કોઈપણ શુભકાર્ય કરતા પહેલા મુહૂર્ત પણ ખાસ જોવામાં આવે છે અને સારા મુહૂર્તમાં જ શુભકાર્ય પણ થતા હોય છે. દિવાળીના મહાપર્વ પર રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે.
એવી પણ માન્યતા છે કે આજના દિવસે માતા લક્ષ્મી પોતાની સવારી લઈને પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. જેમના સ્વાગત માટે લોકો પોતાના ઘરને માંગલિક પ્રતીકોથી સજાવીને દિવા પ્રગટાવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે.
ત્યારે આજે અમે તમને વિક્રમ સંવત 2080ના વર્ષમાં શુભ દિવસ માનવામાં આવતા લાભ પાંચમનું મુહૂર્ત કેવું રહેવાનું છે અને ક્યાં ક્યાં સમય દરમિયાન તમે શુભ કાર્ય કરી શકશો તેના વિશે જણાવીશું :
લાભ પાંચમના શુભ મુહૂર્ત :
- કારતક સુદ-૫ શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩ નવા વર્ષે પેઢી ખોલવા નું મુહર્ત
- સમય : સવારમાં ૦૮-૧૮ થી ૦૯-૪૦( શુભ )
- બપોરે ૧૨-૨૫ થી ૧૩-૪૫ (ચલ) માં પેઢી ખોલવી
- વિક્રમ સંવત ૨૦૮૦ માર્ચ એન્ડના ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત
શા કારણે દિવાળી પર કરવામાં આવે હ્ચે ખાસ પૂજા :
વિષ્ણુ પુરાણ અનુસાર, સમુદ્ર મંથન દેવતાઓ અને દાનવો વચ્ચે થયું હતું. આ મંથનમાં વિષની સાથે અનેક દુર્લભ વસ્તુઓ અને દેવી-દેવતાઓ સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા. માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા, તેથી ધનતેરસનો તહેવાર ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે અને અમાવસ્યા એટલે કે દિવાળી પર લક્ષ્મીજી પ્રગટ થયા હોવાના કારણે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.