ભીષણ અકસ્માત ! બસના ચીથડે ચીથડાં ઉડી ગયા, એક બે ત્રણ નહિ પણ આટલાના થયા મૃત્યુ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ તેજ રફતાર વાહન આગળના વાહન સાથે ટકરાય ત્યારે ઘણો ભીષણ અકસ્માત થાય છે. હાલમાં જ ભીષણ અકસ્માતની ખબર આવી રહી છે. સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં ચાર મજૂરોના મોત થયા હતા, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સાથે જ ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના NH 28 પર હટા કોતવાલી પાસે થઈ હતી. બિહારના મધેપુરાથી પંજાબ જઈ રહેલી બસને કુશીનગર જિલ્લાના NH 28 પર હાટા કોતવાલીના બાગનાથ ઈન્ટરસેક્શન પર અકસ્માત નડ્યો હતો. તેજ રફતાર બસ આગળ ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હતા.

ઘાયલોમાં ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બસના ડ્રાઈવરને ઝોકુ આવી જવાને કારણે રોડની બાજુમાં ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસના ફુરચા ઉડી ગયા હતા. બસમાં સવાર તમામ મુસાફરો કામની શોધમાં બિહારના મધેપુરાથી પંજાબ જઈ રહ્યા હતા.

Shah Jina