ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા ઘણો પોપ્યુલર છે અને તેની પત્ની પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા ખૂબ જ સુંદર છે. કૃણાલ અને પંખુરીના લગ્ન 27 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. કૃણાલ પંડ્યા તેની ગર્લફ્રેન્ડ પંખુરી શર્મા સાથે લાંબો સમય રિલેશનશિપમાં રહ્યો હતો, જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પંખુરી શર્મા એક મિત્ર દ્વારા કૃણાલ પંડ્યાને મળી હતી. પંખુરી ફિલ્મ માર્કેટિંગમાં કામ કરતી હતી.
નાના ભાઈ હાર્દિક પંડ્યાની જેમ કૃણાલ પંડ્યા પણ ખૂબ જ રોમેન્ટિક છે અને તેણે પંખુરી સાથે લવ મેરેજ કર્યા હતા. પંખુરી શર્મા મોડલ રહી ચુકી છે. પંખુરીએ ઘણા મોડેલિંગ અસાઇન્મેન્ટ કર્યા છે. કૃણાલ પંડ્યા 2016માં IPL દરમિયાન પંખુરીને મળ્યો હતો. પ્રથમ નજરમાં જ કૃણાલને પંખુરી ખૂબ જ ગમી ગઈ હતી.
કૃણાલ પંડ્યાએ પંખુરી સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. કૃણાલે પંખુરીને સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું. 2017માં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલનો ખિતાબ જીત્યો ત્યારે ક્રુણાલ પંડ્યાને ફાઈનલ મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ મળ્યો હતો.
આ સફળતા પછી કૃણાલે પંખુરીને પ્રપોઝ કર્યું. રીપોર્ટ અનુસાર, કૃણાલ પંડ્યા પંખુરી શર્માને પ્રપોઝ કરવા માટે ઘૂંટણિયે બેસી ગયો હતો. કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા વિશે સોશિયલ મીડિયા પર ઘણુ સર્ચ કરવામાં આવી રહ્યુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંખુરી તેમના લગ્નના એક વર્ષ પહેલા 2016માં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન એક કોમન ફ્રેન્ડ દ્વારા કૃણાલ પંડ્યાને મળી હતી. કૃણાલને પંખુરીની સાદગી ખૂબ જ ગમી હતી.પ્રથમ નજરે જ પંખુરી શર્માને દિલ આપનાર કૃણાલ પંડ્યાએ તેની સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું.
કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માની રિસેપ્શન પાર્ટીમાં સચિન તેંડુલકર, રોહિત શર્મા, ઈરફાન પઠાણ, અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવાર સહિત ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. પંખુરી તેના વર્તમાન જીવનથી ખૂબ જ ખુશ છે.
જોકે, એક સમય એવો હતો જ્યારે પંખુરીને ઘણી પીડામાંથી પસાર થવું પડતું હતું. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરીને, તેણે ચાહકો સાથે તેના જીવનનો અનુભવ શેર કર્યો હતો જ્યારે તેણે નાની ઉંમરે સ્પાઇન સર્જરી કરાવી હતી. તે સમયે તે અસહ્ય પીડામાંથી પસાર થઈ હતી.